શાકિબ અલે સ્ટંપ ઉખેડી અમ્પાયર પર ગુસ્સે થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Shakib.jpg)
નવી દિલ્હી: બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન કોઈને કોઈ વિવાદમાં ફસાતો રહે છે. મેચ ફિક્સિંગ માટે સંપર્ક કરવાની સૂચના નહીં આપવાના આરોપમાં પ્રતિબંધ મૂકવાની વાત કરો અથવા બાયો-બબલને તોડવા પર, આ ખેલાડી હેડલાઇન્સમાં રહે છે. આ વખતે પણ આવું જ કંઈક થયું છે. આ વખતે આ ખેલાડી નવા વિવાદમાં ફસાઈ ગયો હોય તેવું લાગે છે. મેચ દરમિયાન શાકિબ અલ હસેન અમ્પાયર સાથે ઝગડી પડ્યો હતો,
એટલું જ નહીં ગુસ્સામાં તેણે સ્ટમ્પ્સને ઉખેડી નાખ્યા હતા. ખરેખર, ઢાકા પ્રીમિયર લીગ (ડીપીએલ) ૨૦૨૧ માં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ અને અભાની લિમિટેડ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં શાકિબ અલ હસન એક વાર નહીં પરંતુ બે વખત ગુસ્સોમાં પોતાના પર કાબુ ગુમાવી ચુક્યો હતો. મેચમાં શાકિબ અલ હસન બોલિંગ કરવા આવ્યો હતો અને તેની પહેલી જ ઓવરમાં તેણે મુશફિકુર રહીમને ચકમો આપ્યો હતો.
શાકિબે અમ્પાયરને આઉટની અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે ના પાડી હતી. જેના પછી શાકિબ ગુસ્સે થયો અને સ્ટમ્પ્સને લાત મારી, એટલું જ નહીં, તે પછી તેણે અમ્પાયર પર ખુબ જ બૂમો પાડવાનું શરૂ કર્યું. મેચ દરમિયાન શાકિબ અલ હસને ફરી એક વખત ગુસ્સો બતાવ્યો, અને અમ્પાયર પર ચીસો પાડતો આવ્યો.
જે બાદ ગુસ્સામાં તેણે સ્ટમ્પને પોતાના હાથથી ઉખેડીને મેદાન પર ફેંકી દીધા હતા. શકીબ અલ હસનનું આ વલણ ખૂબ ખરાબ હતું. શાકિબ અલ હસનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો આ વલણને બરાબર પસંદ કરી રહ્યા નથી.