Western Times News

Gujarati News

શાકિબ ટી૨૦માં વધુ ડોટ બોલ ફેંકનાર બોલર બન્યો

નવી દિલ્હી, પહેલા ટી-૨૦માં બાંગ્લાદેશે ૬૧ રનથી જીત મેળવી. બોલર નસુમ અહેમદને પ્લેયર ઓફ ધ મેચના ખિતાબથી નવાઝવામાં આવ્યા છે. અહેમદે શાનદાર બોલિંગ કરતા ૪ વિકેટ લીધી. જેના કારણે અફઘાનિસ્તાનની ટીમ માત્ર ૯૪ રન પર ઓલઆઉટ થઈ ગઈ.

આ મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરી હતી અને ૨૦ ઓવરમાં ૮ વિકેટ પર ૧૫૫ રન બનાવ્યા હતા જેમાં લિટન દાસે ૬૦ રન બનાવ્યા અને અફિફ હુસૈને ૨૪ બોલ પર ૨૫ રન બનાવ્યા. બાંગ્લાદેશના બોલરે બોલિંગ કરી અફઘાનિસ્તાનને માત્ર ૯૪ રન પર ઓલઆઉટ કરી દીધુ.

બાંગ્લાદેશ તરફથી નસુમ અહેમદે ૪ વિકેટ લીધી હતી જ્યારે શૌરફુલ ઈસ્લામે પણ ૩ વિકેટ લીધી હતી. શાકિબ અલ હસનએ ૨ વિકેટ પોતાના નામે કરી હતી. પ્રથમ ટી૨૦માં શાકિબે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શાકિબ હવે ટી૨૦ ઈન્ટરનેશનલમાં સર્વશ્રેષ્ઠ છે વધુ ડોટ બોલ ફેંકનાર બોલર બની ગયા છે. આમ કરીને શાકિબે શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડ્યો છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડરે તેની ટી૨૦ૈં કરી આંતરરાષ્ટ્રીય કરિયરમાં અત્યાર સુધી ૮૩૨ બોલ ફેંકાયા છે જેના પર બેટ્‌સમેન રન બનાવી શક્યા નથી.
આ પહેલા આ રેકોર્ડ આફ્રિદીના નામે હતો. આફ્રિદીએ પોતાની ટી૨૦ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૮૩૦ ડોટ બોલ ફેંક્યા હતા. ટી૨૦ ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં ૭૯૧ ડોટ બોલ થઈ ચૂક્યા છે. ૭૧૩ ડોટ બોલ ફેંકવાનો રેકોર્ડ શ્રીલંકાના લસિથ મલિંગાના નામે છે. આ સાથે જ અફઘાનિસ્તાન માત્ર કે મોહમ્મદ નબીએ તેની ટી૨૦ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૬૨૭ ડોટ બોલ ફેંક્યા છે.
શાકિબ આ સિઝનમાં આઈપીએલ નહીં રમે, આઈપીએલની હરાજીમાં કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ શાકિબને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. બાદમાં શાકિબની પત્નીએ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી કે હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીઓ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ આઈપીએલ દરમિયાન તેની શ્રીલંકા સાથે શ્રેણી પણ છે, જેના કારણે તે ૈંઁન્ ટીમમાં સામેલ થઈ શકશે નહીં. આ કારણે તેના માટે ૈંઁન્ રમવું મુશ્કેલ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.