શામણા ઉદવહન સિંચાઈ યોજના કાયઁરત નહીં થતાં 17 તળાવો પાણી ભરવાથી વંચિત?
કડાણા.સંતરામપુર તાલુકા ના 17 તલાવો માં શીયાલ ઉદવહન સિંચાઈ યોજના હેઠળ ના પાણી થી 40 ટકા ભરાયા.
———————————-
કડાણા બંધ માં થી કઠાયેલ ડાબા કાંઠાની ઉચ્ચસ્તરીય નહેર ના પાણી શીયાલ ને શામણા તળાવો માં પાડીને આ તળાવો પાણી થી ભરીને આ પાણી સંતરામપુર ને કડાણા ને લુણાવાડા તાલુકાનાં વિવિધ તળાવો પાણી થી ભરવાની યોજના અંદાજીત રુપિયા 55 કરોડની વરસ 2020માં મંજુર તથા તેની કામગીરી શરું કરાયેલ છે.
આ યોજના માં સમાવિષ્ટ ગામો ના તળાવોભરવાની હાલ શીયાલ ઉદવહનસિંચાઈ યોજના કાયઁરત થયેલ છે. જયારે શામણા ઉદવહનસિંચાઈ યોજના ની કામગીરી હજુ સંપુણ પણે ફીઝીકલી પુરી થઈ ના હોઈ જેથી આ યોજના હજુ કાયઁરત થયેલ નથી.
ને શામણા ઉદવહનસિંચાઈ યોજના કાયઁરત નહીં થતાં આ યોજના માં સમાવિષ્ટ સંતરામપુર ને લુણાવાડા તાલુકાનાં 17 તળાવો આજ સુધી પાણી થી નહીં ભરાતા તે વિસતાર ના ખેડુતોને ગ્રામજનો ને પશુઓ માટે પાણી ની સમસ્યા ઊભી થયેલ છે.