શામપુરમાં ભૂમિપુત્રો દ્વારા ઘઉંનો પાક તૈયાર થતા ખેતરે જ સત્સંગ સમારોહ સાથે પોખ બનાવી ભગવાનને થાળ ધરાયો

મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસાના શામપુરમાં ભૂમિપુત્રો દ્વારા ઘઉંનો પાક તૈયાર થતા ખેતરે જ સત્સંગ સમારોહ સાથે
પોખ બનાવી ભગવાનને ભાવપૂર્વક થાળ ધરવામાં આવ્યો હતો.
આજરોજ આ અનોખો ભકતિભાવ સભર આ કાર્યક્રમ શામપુર નિરાંત ભકત મંડળના વ્યસન મુક્તિ અભિયાન સંચાલકો દ્વારા ભક્તશ્રી ભેમસિહ શિવસિહ દ્વારા ખેતરમાં કરવામાં આવ્યો હતો.ઘઉંનો મબલખ પાક તૈયાર થવાથી ઘઉં શેકી એની ખાસ વાનગી પોખ પાડીને ભજન સત્સંગ સાથે પરમ કૃપાળુ પરમાત્મા ને થાળ ધરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત બધા ભાવિક ભક્તોએ તેનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. ખેતરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ભગવાન રામે શબરીના બોર આરોગવાની રામાયણની કથા પ્રસંગની યાદ તાજી થઈ હતી.સદ઼ગુરૂ શ્રી મહેન્દ્રરામ મહારાજના (મહેસાણા) ના સાનિધ્યમાં સત્સંગ અને આશીર્વચન પાઠવ્યા હતા.