Western Times News

Gujarati News

શામળાજીના ખેરંચા નજીક ધ બર્નિંગ કાર :દોડતી કારમાં આગ લાગતા એક ભડથું  : એકને લોકો એ બચાવી લીધો 

અરવલ્લી જીલ્લામાં સીએનજી કીટ ધરાવતા વાહનોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે સીએનજી ગેસ કીટ ચાલતા વાહનો જીવતા બોંબ સમાન હોય તેમ અનેકવાર જીલ્લામાંથી પસાર થતા વાહનો રોડ પર દોડતા દોડતા સળગી ઉઠતા હોવાની ઘટનાઓ છાસવારે બની રહી છે કેટલાક વાહન ચાલકો હલકી ગુણવત્તાવાળી  સીએનજી કીટ વાહનોમાં લગાવી વાહનો હંકારી લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે

શામળાજી-મોડાસા હાઈવે પર ખેરંચા ગામ નજીક રોડ પરથી પસાર થતી સીએનજી કારમાં અગમ્ય કારણોસર આગ લાગતા “ધ બર્નિંગ કાર”  જેવા દ્રશ્યો સર્જાયા હતા કારમાં આગ લાગતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ બાજુની ઝાડીઓમાં ઉતરી ગઈ હતી કારમાં સવાર એક વ્યક્તિ ભડથું થઈ ગયો હતો અન્ય એક વ્યક્તિને બચાવવામાં દોડી આવેલા લોકો સફળ રહ્યા હતા સમગ્ર ઘટનાના પગલે શામળાજી મહિલા પીએસઆઈ પરમાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા મોડાસા ફાયરબ્રિગેડની ટિમ પણ ઘટનાસ્થળે પહોંચી કારમાં લાગેલી આગ કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર ,  શામળાજી નજીક આવેલા ખેરંચા ગામ નજીક મોડાસાથી શામળાજી તરફ જઈ રહેલ સીએનજી કારમાં અગમ્ય કારણોસર આગ લાગતા અઢેરા ગામના અને સેવા સહકારી મંડળીના સેક્રેટરી ગણપતભાઈ હાથીભાઈ પટેલ જીવતા ભૂંજાઈ ગયા હતા કારમાં સવાર અન્ય એક વ્યક્તિને લોકોએ બચાવી લેતા શરીરે દાઝી જતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો

“ધ બર્નિંગ કાર” ઘટનાની જાણ મોડાસા ફાયરબ્રિગેડ ની ટીમને થતા ઘટનાસ્થળે પહોંચી કારમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો કાર આગમાં ખાખ થઇ હતી કારમાં આગ લાગતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા શામળાજી પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો કારમાં અઢેરા ગામના ગણપતભાઈ પટેલ હોમાઈ જતા પરિવારજનો અને સગા-સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.