શામળાજીની કોલેજના સંસ્કૃતનાં પ્રાધ્યાપકનું અમદાવાદમાં સન્માન
મોડાસા: અરવલ્લી જિલ્લામાં શામળાજીની કોલેજના સંસ્કૃતનાં પ્રાધ્યાપકનું અમદાવાદમાં સન્માન કરવામાં આવ્યું હતું. શામળાજી કોલેજમાં સંસ્કૃત ભાષાના વ્યાખ્યાતા અને અનુવાદક રૂપે ત્રણ દાયકાથી સેવા આપી રહેલા પ્રા. ડ્રો. મધુસૂદન વ્યાસને તાજેતર માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ડ્રો. સત્યવતર શાસ્ત્રીનાં શ્રી રામકિર્તી મહાકાવ્યના ગુજરાતી અનુવાદ ને અકાદમીનું ઇનામ મળેલ છે. આ સન્માન લમાં ક અપ ઉપરાંત સ્મૃતિ ચિહ્નન-પ્રમાણપત્ર વગેરે તેમને એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.