શામળાજીમાં HDFC બેંકના ATMમાં એસીમાં બ્લાસ્ટથી આગ લાગતા અફડાતફડી

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં રહેલા એસીમાં શોર્ટસર્કીટ બાદ બ્લાસ્ટ થતા આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી એટીએમ મશીનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળતા આજુબાજુ વેપારીઓ દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથધર્યા હતા
સદનસીબે ટેક્નિકલ ક્ષતિના પગલે બે દિવસથી એટીએમ મશીન બંધ હોવાથી જાનહાની ટળી હતી એચડીએફસી બેંકના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા એટીએમમાં આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
શામળાજી બસ સ્ટેન્ડ પાછળ આવેલા કોમ્પ્લેક્ષમાં રહેલા એચડીએફસી બેંકના બંધ એટીએમમાં રવિવારે બપોરે શોર્ટસર્કીટથી એસી બ્લાસ્ટ થવાની સાથે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના વેપારીઓમાં અફડાતફડી મચી હતી એટીએમ મશીનમાં આગ લાગતા રૂમમાં રહેલ ફર્નિચર,એસી સહીત વાયરિંગ બળીને ખાખ થઇ ગયું હતું
લોકોએ એટીએમ મશીનમાં લાગેલી આગ પર કાબુ મેળવતા એટીએમ મશીન આગમાં ખાખ થતું બચી ગયું હતું વેપારીઓની સમયસૂચકતાના પગલે એટીએમમાં લાગેલી આગ અન્ય દુકાનોમાં પ્રસરે તે પહેલા મોટી જાનહાની ટળી હતી