શામળાજી આટ્ર્સ કોલેજનો નવતર અભિગમ છાત્રોએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી કમાણી કરી
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં શામળાજીની શ્રી કે.આર.કટારા આટ્ર્સ કોલેજમાં ‘ભણતા જાવ અને કમાતા જાવ’ એ ઉક્તિને સાર્થક કરતા છાત્રોને પૂર્વે ૨૦ દિવસની સઘન તાલીમ અને નૈસર્ગીક શક્તિઓનો વિનિયોગ કરી ૧૧૦થી વધારે ગૃહ સુશોભન અને રોજિંદી ઉપયોગી વસ્તુઓનું નિર્માણ પ્રિ.ડો અજયભાઈ પટેલના માર્ગદર્શન તળે કરવામાં આવ્યું હતું. .જેમાં ઊન, હાથ વણાટ, ભરતગૂંથન,પુઠાને સળીઓ,’ વેસ્ટ માંથી બેસ્ટ’માંથી તોરણ,કિચઇન, ફૂલદાની,ઝૂલ્લા, બાસ્કેટ,એ.ટી.એમ,ઝુમ્મર જેવી શતાધિક વસ્તુઓનું નિર્માણ કરવામાં આવેલું.આ સઘળી છાત્ર સર્જિત વસ્તુઓનુંશામલાજીના પૂનમના મેળામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે વેચાણ કરવામાં આવેલ જેનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે અને પગભર થવાની વૃત્તિમાં વધારો થયો હતો.. વિદ્યાર્થીઓને આ પ્રકારની તાલીમ ડો.જાગૃતિ પટેલ અને ડા.સરવાણી પટેલે આપી હતી.આ પૂર્ણિમાના મેળામાં આવેલ દર્શનાર્થીઓ. દ્વારા ઉત્સાહપૂર્ણ ખરીદી થઈ હતી..કેટલીક વસ્તુઓના એડવાન્સ ઓડર પણ એડવાન્સ રકમ આપી લોકોએ નોંધાવ્યા હતા. .વેચાણ અને વ્યવસ્થાપન ડો.હેમંત પટેલ અને ડા ભરત પટેલ,ડો સંજય પંડ્યાએ કરી હતી.આ કાર્યમાં ૨૦૦ ઉપરાંતના વિદ્યાર્થીઓએ પોતાના કૌવત, કૌશલ્ય અને કોઠાસૂજનો પરિચય આ વિસ્તારની જનતાને કરાવ્યો હતો. મેળામાં પધારેલા દ્ધિજીવીઓ,અગ્રણીઓએ વિશેષ નોંધ લઈ, લેખિત આશીર્વાદ અને ખુશી અને ઉત્તમ સૂચનો પણ કર્યા હતાં.સમગ્ર ઉપક્રમ પ્રત્યે મંત્રીશ્રી દિલીપભાઈ કટારાએ પ્રસન્નતા વ્યક્ત કરી અને આ પ્રકારનું દાયીત્વ સમાજ પ્રત્યે નિભાવવાની શીખ આપી હતી.*