શામળાજી કોલેજના અધ્યાપિકાની રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત

મોડાસા: તાજેતરમાં ગણતંત્ર દિવસ પરેડ કેમ્પ દિલ્લી મુકામે ગુજરાતના 12 સ્વંયસેવકો સાથે સફળ રીતે પૂર્ણ કરી શ્રી કલજીભાઈ આર.કટારા આર્ટ્સ કોલેજ શામલાજીના એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડૉ. જાગૃતિ એ.પટેલ પરત ફરેલ છે ત્યારે તેમની ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે તા-૧૯-૨-૨૦૨૦ના રોજ ખાસ શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.
જેમાં રાજ્યપાલ શ્રીએ દિલ્હી ખાતેની પરેડમાંથી જે કાંઈ નવીન જ્ઞાન પ્રાપ્ત કરેલ છે તે વિદ્યાર્થીઓ થકી સમાજ સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય કરવા અંગે તેમજ સમગ્ર રાષ્ટ્રને સ્વચ્છ અને નિરોગી બનાવવા માટેના સંકલ્પ લેવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.રાજયપાલ શ્રી સાથેની ખાસ બેઠક સુંદર માહોલમાં સંપન્ન થઈ હતી.