શામળાજી કોલેજનું “રિપબ્લિક~ડે પરેડ -૨૦૨૦” દિલ્હી ખાતે પ્રતિનિધિત્વ
ભિલોડા: પ્રતિ વર્ષ ભારત સરકાર દ્વારા “રિપબ્લિક ડે પરેડ”ની દબદબા ભેર દિલ્હી મુકામે ઉજવણી થાય છે.જેમાં સમગ્ર ભારત વર્ષ માંથી ચુનંદા NSS/NCCના વિદ્યાર્થીઓ ઉપરાંત સક્રિય ભૂમિકા ભજવનાર અધ્યાપકોની પસંદગી થતી હોય છે.તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ દ્વારા વેસ્ટ ઝોનમાંથી ઉમદા-શ્રેષ્ઠ ભૂમિકા ભજવવા બદલ આદિવાસી કોલેજ એવી શ્રી કલજીભાઈ.આર.કટારા આર્ટ્સ કોલેજ શામળાજીના NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.જાગૃતિબેન પટેલની સમગ્ર ગુજરાત માંથી ૧૨ સ્વયં સેવકો સાથે સદર રિપબ્લિક ડે પરેડ-૨૦૨૦(તા.૦૧/૦૧/૨૦૨૦ થી ૩૦/૦૧/૨૦૨૦) દિલ્હી મુકામે હાજર રહી નોર્થ ઝોનનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંપડી છે.
જે કોલેજ ઉપરાંત સમગ્ર શામળાજી પંથક અને ગુજરાત માટે ગૌરવની બાબત છે.જેમાં વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્ર્મો ઉપરાંત તા.૨૬/૦૧/૨૦૨૦ બાદ વડાપ્રધાનશ્રી તેમજ રાષ્ટ્રપતિશ્રી સાથેની ખાસ મુકાલાતનો લ્હાવો તેમજ ગુજરાત તરફ ફરતા તરતજ રાજ્યપાલ સાથેની મુલાકાતનો લ્હાવો મળનાર છે. આવા ગૌરવનો પળો માણવા તથા સમગ્ર કોલેજ તેમજ ઝોનનું નામ રોશન કરવા જઈ રહેલા પ્રોગ્રામ ઓફિસર ડૉ.જાગૃતિબેન પટેલને કોલેજના પ્રિન્સીપાલ ડૉ.એ.કે.પટેલ,કેળવણી મંડળના મંત્રી શ્રી દિલીપભાઈ.કટારા,આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજના મહેશભાઈ ભગોરા,નિવૃત્ત જીલ્લા શિક્ષણાધિકારી શ્રી.કે.એમ.વરસાત ઉપરાંત આર્ટ્સ,બી.એડ તેમજ નર્સિંગ કોલેજના સમગ્ર સ્ટાફે પુષ્પગુચ્છ,શ્રીફળ થી શુભકામનાઓ પાઠવી તેમની દિલ્હી ખાતેની પરેડ ઉત્કૃષ્ઠ નીવડે તેવી ભગવાન શામળિયાને પ્રાર્થના કરી છે.