શામળાજી-ગોધરા સ્ટેટ હાઈવે ખાડા માર્ગમાં ફેરવાતા વાહન ચાલકોમાં આક્રોશ
(તસ્વીરઃ-જીત ત્રિવેદી, ભિલોડા, શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ -૨૭ પર માલપુર નગર માંથી પસાર થતા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જતા માલપુરના પ્રજાજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે માલપુર નગરના નાના-મોટા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે રોડ પર પડેલા ખાડાઓના લીધે અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
શામળાજી થી માલપુર-ગોધરા સુધીના રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં નં આવતા ડિસ્કો રોડથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે ભારે વરસાદથી શામળાજી થી માલપુર-ગોધરા સુધીનો સ્ટેટ હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. જેને લઇ વારંવાર અકસ્માત સર્જાતા છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે. સોશ્યલ મીડિયામાં સ્ટેટ હાઇવે રીપેર કરાવો તો જ ટેક્સ આપવામાં આવશે તેમ કહી ટેક્સ ન ભરીને વાહનચાલકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ હાઇવે તંત્ર સમગ્ર મામલે ટોલ કોન્ટ્રાક્ટર ઉપર બધું ઢોળી રહી છે.