શામળાજી નજીક ખેર ગામ પાસેથી સ્વીફ્ટ કારમાંથી ૧.૨૩ લાખનો વિદેશી દારૂ સાથે ૨ શખ્શોને દબોચ્યા
ગુજરાતમાં અરવલ્લી જીલ્લાની રતનપુર ચેકપોસ્ટ માર્ગે વિદેશી દારૂ ઘુસાડવા માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે આંતરરાજ્ય ચેકપોસ્ટ હટાવ્યા પછી તો બુટલેગરો માટે લાલ જાજમ પથારી હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે પરપ્રાંતીય બુટલેગરો ગાંધીનગરના છુપા આશીર્વાદથી લાઈનો ચલાવી વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઠાલવી રહ્યા છે
સ્ટેટ વિજિલન્સની ટીમે શામળાજી પોલીસને ઉંઘતી રાખી ખેર ગામ નજીકથી વિદેશી દારૂ ભરી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી ૧.૨૩ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી બે શખ્શોને દબોચી લીધા હતા સ્વીફ્ટ કારમાં કુખ્યાત બુટલેગર ભરત લંગડાએ અને તેના સાગરીતોએ વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને આ જથ્થો અમદાવાદ નરોડાના બુટલેગરને જથ્થો પહોંચાડવાનો હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે બીજીબાજુ શામળાજી પોલીસ અગમ્ય કારણોસર આંખ આડા કાન કરી સબ સલામતના દાવાઓ કરી રહી હોય તેમ બુટલેગરોને છૂટોદોર મળી ગયો છે સ્ટેટમોનીટરીંગ સેલના પીએસઆઈ એચ.વી.ચૌધરી અને તેમની ટીમે શામળાજી નજીક ખેરાબ્રીજ નીચે ખેરા ગામ પાસે વાહનોનું ચેકીંગ હાથધરી રાજસ્થાન તરફથી આવતી સ્વીફ્ટ કાર (ગાડી.નં-GJ -01 -RF 2590 ) ને અટકાવી તલાસી લેતા કાર માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૩૧ કીં.રૂ.૧૨૩૨૦૦/- નો જથ્થો જપ્ત કર્યો હતો.
દિપક સુરેશ ખરાડી અને અમરત કસરાજી ખરાડી (બંને.રહે રાજસ્થાન) ને ઝડપી પાડી મોબાઈલ નંગ-૨ ,સ્વીફ્ટ કાર તથા આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ-૧૯૧૫ મળી કુલ.રૂ.૫૨૯૬૧૫/- નો મુદ્દામાલ જપ્ત કરી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ૧)ચિરાગ પ્રકાશચંદ્ર પંચોલી,૨) ભરત ઉર્ફે ભરત લંગડો ઉદેલાલ ડાંગી,૩)રોનક કલાલ,૪) રામલાલ (તમામ,રહે.રાજસ્થાન) અને વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર વિરુદ્ધ શામળાજી પોલીસસ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.