Western Times News

Gujarati News

શામળાજી નજીક ટ્રકે કારને ટક્કર મારતા જુના વડવાસા પ્રાથમિક શાળાના આચાર્યનું ઘટનાસ્થળે મોત

(તસ્વીરઃ- દિલીપ પુરોહિત, બાયડ)
(પ્રતિનિધિ) બાયડ, અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર અને શામળાજી-મોડાસા રાજ્યધોરી માર્ગ પર ટ્રક, કન્ટેનર અને ડમ્પર ચાલકો પુરઝડપે હંકારતા હોવાથી નાના વાહન ચાલકોને અડફેટે લેતા અનેક નિર્દોષ લોકો ભોગ લેવાઈ રહ્યો છે શામળાજીના ખેરંચા નજીક ટ્રકે કારને ટક્કર મારતા જુનાવાડવાસા પ્રાથમિક શાળાના આચાર્યનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે શિક્ષણ આલમમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતા અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

રવિવારે રાત્રીના સુમારે,મોડાસા તાલુકાના બાયલ-ઢાંખરોલ ગામના અને જુના વડવાસા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ જયંતીભાઈ પટેલ કાર લઈ શામળાજી કામકાજ અર્થે જઈ પરત મોડાસા તરફ પરત ફરી રહ્યા હતા ખેરંચા ગામ નજીક સૈનિક સ્કૂલ પાસે રોડ પર કરેલા કટમાં થઈ જમવા જતા અચાનક ટ્રકે કારને સામેથી જોરદાર ટક્કર મારતા કારના આગળના ભાગનો કડૂચાલો વળી જતા રાજેશભાઈ જ્યંતિભાઈ પટેલનું કારમાં દબાઈ જવાથી કારમાંજ મોત નિપજતા ભારે ચકચાર મચી હતી અકસ્માતના પગલે પરિવારજનો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડયા હતા અકસ્માતની ઘટનાની જાણ શામળાજી પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ માટે ખસેડી અરવિંદભાઈ મગનભાઈ પટેલ (રહે,બાયલ ઢાંખરોલ) ની ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ મહામંત્રી અને જુના વડવાસા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલનું અકસ્માતમાં મોત નિપજતા શિક્ષક આલમ સહીત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.