શામળાજી પોલીસે ઈન્ડિકા કાર પાછળ દોટ મૂકી ૧.૨૪ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
અરવલ્લી જીલ્લામાં એસપી સંજય ખરાતના આગમન પછી બુટલેગરોની ચાલતી દારૂની લાઈનો બંધ થઇ ગઈ બુટલેગરો આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ધનસુરા પોલીસે સીએનજી રીક્ષામાંથી ૧૫૧ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે અમદાવાદના બે બુટલેગરોને દબોચી લીધા હતા
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક કારને અટકાવતા કાર ચાલકે કાર દોડાવી મુકતા પોલીસે પીછો કરી કારમાંથી ૧.૨૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો કાર ચાલક શામળાજી પોલીસને થાપ આપવામાં સફળ રહેતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ધનસુરા પીએસઆઈ બી એસ ચૌહાણ અને તેમની ટીમે માસ્ક ડ્રાઈવ અંતર્ગત વાહનોનું ચેકીંગ હાથધરાતા મોડાસા તરફથી આવતી સીએનજી રીક્ષા પોલીસ ચેકીંગ જોઈ રિક્ષા ચાલકે રીક્ષા પાછી વાળી દોડાવી મૂકે તે પહેલા રિક્ષાને અટકાવી તલાસી લેતા રિક્ષામાં સંતાડી રાખેલ ૧૫૧ બોટલ કીં.રૂ.૪૫૩૦૦/-નો જથ્થો મળી આવતા રીક્ષા,મોબાઈલ અને દારૂ મળી કુલ રૂ.૧૪૭૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ૧) તૌફીક ઝુબેરભાઈ અજમેરી (રહે,બુખારી બાબા કા મહોલ્લા,બહેરામપૂર) અને ૨)મોહસીન મહેબૂબભાઈ રંગરેજ (રહે,૫૦૧ અલઅમીન ફ્લેટ,દાલીલીમડા) ને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા ઈન્ડિકા વિસ્ટા કારને અટકાવવા ઈશારો કરતા કાર ચાલકે કાર હંકારી મુકતા શામળાજી પોલીસે સરકારી જીપમાં પીછો કરતા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા આખરે લાલપુર ગામની સીમમાં કાર ચાલક રોડ પર કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કારમાં તલાસી લેતા કારમાંથી ૧.૨૪ લાખનો દારૂ મળી આવતા વિદેશી દારૂ સહીત કાર મળી કુલ.રૂ.૧૭૪૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી અજાણયા કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી તજવીજ હાથધરી હતી. દિલીપ પુરોહિત. બાયડ