શામળાજી પોલીસે ટેમ્પોના ગુપ્ત ખાનામાંથી ૫૫૪ દારૂની બોટલ શોધી કાઢી
સાબરકાંઠા પોલીસે ત્રણ નાસતા-ફરતા રીઢા આરોપીને ઝડપ્યા
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દારૂની રેલમછેલ થતી અટકાવવા માટે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ જીલ્લાની આંતરરાજ્ય સરહદો પર સઘન સુરક્ષા ગોઠવી દેતા બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે
શામળાજી પોલીસે સતત બીજા દિવસે ટેમ્પોમાં ગુપ્ત ખાના બનાવી દારૂની થતી હેરાફેરી નિષ્ફળ બનાવી ૩૩ હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી બે ખેપિયાઓને ઝડપી લીધા હતા સાબરકાંઠા પોલીસે વિવિધ ગુન્હામાં નાસતા-ફરતા ત્રણ આરોપીઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું અણસોલ ગામની સીમમાં રાજસ્થાન બાજુથી ટેમ્પોમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા શામળાજી પોલીસ સતર્ક બની બાતમી આધારીત ટેમ્પો આવતા અટકાવી તલાસી લેતા ટેમ્પોમાં ડ્રાઈવર કેબીનમાં ડેશબોર્ડ અને સીટ નીચેથી ગુપ્ત ખાનું મળી આવતા,
ગુપ્તખાનામાંથી વિદેશી દારૂના ક્વાટર નંગ-૫૫૪ કીં.રૂ.૩૩૨૪૦/-નો જથ્થો જપ્ત કરી ટેમ્પો ચાલક પારસ પોકરજી રેગર અને ગૌરીશંકર ગણેશજી રેગર (બંને,રહે.રાજસ્થાન) ની ધરપકડ કરી મોબાઈલ,ટેમ્પો મળી કુલ રૂ.૧૩૫૭૪૦ /- નો જથ્થો જપ્ત કરી ટેમ્પોમાં દારૂ ભરી આપનાર રાજસ્થાન આમેટના અશોક માલી અને વિદેશી દારૂ મંગાવનાર અમદાવાદના મનીષ નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી