શામળાજી: પોલીસે ડસ્ટર કાર અને પીક-અપ ડાલામાંથી દારૂ ઝડપ્યો
ઈડરના રૂદરડી અને ગાંધીનગર બે બુટલેગરોને દબોચ્યા.
ભિલોડા,અરવલ્લી જીલ્લા પોલીસ તંત્ર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે.શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી વધુ બે વાહનોમાંથી બિયર અને વિદેશી દારૂની બોટલ ઝડપ્યો હતો.ત્રણ દિવસમાં બુટલેગરોની 5 ખેપ નિષ્ફ્ળ બનાવી હતી.ડસ્ટર ગાડી અને મહિન્દ્રા પીક-અપ ડાલામાંથી 58 હજાર જેટલો વિદેશી દારૂ અને બીયરના ટીનનો જથ્થો જપ્ત કરી ત્રણ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
શામળાજી ઇન્ચાર્જ પી.આઈ મનીષ વસાવાએ તેમની ટિમ સાથે અણસોલ ગામની સીમમાં રાજસ્થાનથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા એક ડસ્ટર ગાડીને અટકાવી તલાસી લેતા ગાડીમાંથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ – 144 કીં.રૂ. 27,660/- નો જથ્થો જપ્ત કરી ગાડીના ચાલક નરેશ કેશા રાવળ (રૂદરડી નવી વસાહત, જી.સાબરકાંઠા) ને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઈલ, ગાડી મળી રૂ. 5.28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવહી હાથ ધરી હતી.
ગાંધીનગર મોટા ચિલોડાનો સુનિલ પારસ ચૌહાણ અને વાસણા ચૌધરીનો અલ્પેશ અરવિંદ પરમાર મહિન્દ્રા પીકઅપ ડાલામાં બીયરની 168 પેટી ભરી રાજસ્થાન તરફથી આવતા હોવાની બાતમી મળતા શામળાજી પોલીસે કરવથ પાટિયા નજીકથી પસાર થતા દબોચી લઇ પીકઅપ ડાલામાંથી 21 હજાર નો જથ્થો જપ્ત કરી કુલ. રૂ.3.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો અને દારૂ ભરી આપનાર ઠેકા વાળા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.