Western Times News

Gujarati News

શામળાજી પોલીસે ડાક પાર્સલ લખેલી ટ્રકમાંથી ૧૧.૭૧ લાખ દારૂ ઝડપ્યો 

ભિલોડા:ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની ખપતને પહોંચી વળવા બુટલેગરો અવનવા કીમિયા અપનાવી રહ્યા છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાંથી ૨૪ કલાકના સમયગાળામાં લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો છે શામળાજી પોલીસે વેણપુર ગામની સીમમાંથી “ડાક પાર્સલ” અને જીપીએસ લગાડેલી ટ્રકમાંથી ૧૧.૭૧ લાખનો વિદેશી દારૂ ૨ શખ્શોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા પોલીસની આંખોમાં ધૂળ નાખવા ટ્રક પર ડાર્ક પાર્સલ લખી વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો હતો શામળાજી પોલીસે વેણપુર ગામ નજીકથી ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૭૮૧ કીં.રૂ.૧૧૭૧૨૫૦/- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૧૫૦૦ તથા ટ્રકની કીં.રૂ.૧૮૭૨૭૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ૧) રિનેશ ઉર્ફે કાલીયા શ્રીધર્મવીર ચમાર ૨)મદનલાલ ચંદ્ગિરામ યાદવ (બંને,રહે હરિયાણા) ની ધરપકડ કરી વિદેશી દારૂ મંગાવનાર  વડોદરાના આદિત્ય નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ભિલોડા પોલીસે સિલાસણ ત્રણ રસ્તા નજીક થી ૨૮૦૦ રૂપિયાના વિદેશી દારૂ સાથે ૧૦.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો  શુક્રવારે,ભિલોડા પોલીસે સિલાસણ ત્રણ રસ્તા નજીકથી “ભારત ગેસ” ના ખાલી બાટલા ભરેલ ટ્રકને અટકાવી તલાસી લેતા ડ્રાઈવરની કેબિનમાં પ્લાસ્ટિકના થેલામાં સંતાડી રાખેલ બિયર નંગ-૧૨ અને વિદેશી દારૂની બોટલ નંગ-૨ મળી કુલ રૂ.૨૮૦૦/- સાથે રવિ ગોવિંદ તળપદા (ખેડા) ને ઝડપી પાડી ટ્રક કીં.૪ લાખ તથા ખાલી ગેસ બોટલ નંગ-૩૨૯ કીં.રૂ.૬૫૮૦૦૦/- મળી કુલ રૂ.૧૦૬૦૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી  હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.