શામળાજી પોલીસે ત્રણ વાહનોમાંથી વિદેશી દારૂ-બિયરની ૪૭૮૮ બોટલ મળી ૧૬.૮૩ લાખનો જથ્થો જપ્ત :૩ શખ્શોને દબોચ્યા
ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની ખપતને પહોંચી વળવા બુટલેગરો અવનવા કીમિયા અપનાવી રહ્યા છે અરવલ્લી-જીલ્લામાંથી ૨૪ કલાકના સમયગાળામાં બે ટ્રક અને એક છોટા હાથી ટેમ્પોમાં ઘુસાડાતો લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો છે શામળાજી પોલીસે રવિવારે શામળાજી રતનપુર ચેકપોસ્ટ વિસ્તારમાંથી બે ટ્રકમાંથી ૧૬.૧૧ લાખ અને છોટા હાથીમાંથી ૭૨ હજાર મળી કુલ રૂ.૧૬.૮૩ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી ત્રણ શખ્શોની ધરપકડ કરી અન્ય દારૂ ઘુસાડવા માં સંકળાયેલા શખ્શો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
રવિવારે ,શામળાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. મનીષ વસાવા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં વેણપુર ગામની સીમમાંથી પસાર થતી ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂની પેટી નંગ-૧૫૮ કુલ બોટલ-૧૮૯૬ કીં.રૂ.૮૧૬૦૦૦/- નો જથ્થો જપ્ત કરી હિમ્મતસિંહ અભયસિંહ ચુડાવત અને દિલીપ ઉદયલાલ જાટ (બંને,રહે રાજસ્થાન) ની ધરપકડ કરી ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ.૧૫૧૮૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી ચાલી રહી હતી
તે દરમિયાન અન્ય એક જલાઉ લાકડા ભરી પસાર થતી ટ્રકમાં તલાસી લેતા ગુપ્ત ખાનું બનાવી સંતાડેલ વિદેશી દારૂ અને બિયર બોટલ-ટીન નંગ-૨૭૭૨ કીં.રૂ.૭૯૫૬૦૦/- જથ્થો જપ્ત કરી સતનારાયણ મેનોરિયા (રહે,રાજ) ની ધરપકડ કરી ટ્રકની કીં.૭૦૦૦૦૦/- મળી કુલ રૂ.૧૪૯૫૬૦૦/- નો જથ્થો જપ્ત કરી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અણસોલ ગામની સીમમાંથી છોટા હાથી માં સંતાડીને લવાતો વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૦ કીં.રૂ.૭૨૦૦૦/- જથ્થો જપ્ત કરી મુકેશ ધનરાજ જાટ (રાજ) ની ધરપકડ કરી છોટા હાથી અને મોબાઈલ મળી કુલ રૂ.૨૭૩૦૦૦/- નો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂ છોટાહાથીમાં ભરી આપનાર પુષ્કરલાલ ડાંગી અને લક્ષ્મણ કિશનલાલ જાટ (બંને,રાજસ્થાન) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે