Western Times News

Gujarati News

શામળાજી પોલીસે વેણપુર સીમમાં ૧૦.૪૪ લાખના વિદેશી દારૂ સાથે ટ્રકનો ચાલક ઝડપાયો

(પ્રતિનિધિ) મોડાસા 10062019 : અરવલ્લી જિલ્લામાં સરહદી રાજ્ય રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના વધુ એક બનાવને શામળાજી પોલીસે આજરોજ વેણપુરની સીમમાં નાકાબંધી કરીને નિષફળ બનાવ્યા હતો.જેેમાં રૂ.૧૦.૪૪ લાખના વિદેશી દારૂ સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ રૂ.દસ લાખની ટ્રક સાથે રૂ. ૨૦.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

રાજસ્થાન તરફથી આવતા વાહનોના સઘન ચેકીંગ દરમિયાન શામળાજી પો.સબ.ઇન્સ શ્રી કે.વાય.વ્યાસ અને શામળાજી પોલીસ સ્ટાફ સાથે વેણપુર ગામની સીમમાં પસાર થતી ટ્રકમાંથી તલાશી લેતા રૂ. ૧૦,૪૪,૦૦૦ની કિંમતનો ૧૭૪ પેટીમાં ભરેલ ૨૦૮૮ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પ્રોહીબિશનના આ ગુનામાં આરોપી સોનું મનોહરલાલ ચમાર ઉ.વ.૩૫ રહે.કૈમરી તા.જી.હિસ્સાર હરીયાણાને ઝડપી લઈ દસ લાખની ટ્રક સહિત કુલ રૂ. ૨૦.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જ્યારે વોન્ટેડ આરોપી અનિલકુમાર સતબીરસીગ ભામબુ મુળ રહે.ફલેટ નંબર ૨૦૫ શ્રી ક્રિષ્ણાબીલ્ડીગ રહાનાલ ભીવાન્ડી મહારાષ્ટ્ર હાલ રહે. ઓટોમારકેટ હિસ્સાર હરીયાણા (ઇગ્લીશ દારૂભરી આપનાર) ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.