શામળાજી પોલીસે ૪ વાહનોમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/07-1-1024x870.jpeg)
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી અવનવા પ્રકારે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે બુટલેગરો સામે લાલ આંખ કરતા જીલ્લા પોલીસતંત્રને જીલ્લામાં પ્રોહિબિશનની કામગીરી માટે શખ્ત આદેશ આપતા હાલ પોલીસની કામગીરી જોઈને બુટલેગરો પણ સચેત બન્યા છે જીલ્લાની આંતરરાજ્ય સરહદો અને માર્ગ પરથી બુટલેગરો જુદા જુદા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા અવનવા કીમિયા અપનાવી રહ્યા છે જીલ્લાના આંબલીયારા,માલપુર,મેઘરજ અને શામળાજી પોલીસે ૪ વાહનોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવ્યું હતુ જીલ્લા પેરોલ ફર્લો ટીમે ધનસુરા ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી રાજુ ગોધાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
આંબલીયારા પીએસઆઈ રૂપલ ડામોર અને તેમની ટીમે ભૂંડાસણ પાટિયા નજીકથી બાતમીના આધારે સ્વીફ્ટ કારમાંથી ૧.૦૪ લાખનો વિદેશી દારૂ અને કાર સહીત ૩.૦૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વરદીચંદ લોગરજી ડાંગી અને રોડીલાલ રામજી ગાયરી નામના બે રાજસ્થાની બુટલેગરોને દબોચી લીધા હતા
માલપુર પીઆઈ એફ.એલ.રાઠોડ પોલીસ સ્ટાફ સાથે સઘન પેટ્રોલિંગ દરમિયાન ગોવિંદપુર ગામ નજીકથી પસાર થતી શંકાસ્પદ સ્વીફ્ટ ડિઝાયરને અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂ રૂ.૭૦૮૦૦/- તેમજ મોબાઈલ-૩ અને સ્વીફ્ટ ડિઝાયર કાર મળી કુલ રૂ.૫.૮૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આણંદ ઓડના સમીર સત્તારવ વોરા, આસોદરના હરેશ જ્યંતીભાઈ પટેલ અને ઉમેશ જ્યંતિભાઈ પટેલને ઝડપી લીધા હતા
મેઘરજ પોલીસે ઉંડવા ચેકપોસ્ટ પરથી પીકઅપ ડાલામાં વિદેશી દારૂની ૩૦ પેટી ભરી ગુજરાતમાં પ્રવેશતા રાજસ્થાન ઉદેપુર વિસ્તારના રતનસિંહ નારસિંહ ખરવર,ગણેશજી ઉર્ફે રામસિંહ પ્રેમસિંહ ખરવર,અને વાઘસિંહ દોલસિંહ ખરવરને ઝડપી પાડી વિદેશી દારૂ અને પીકઅપ ડાલુ મળી કુલ રૂ.૪.૫૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતી લોડીંગ રિક્ષાના ગુપ્ત ખાનામાંથી ૬૭ હજારથી વધુનો વિદેશી દારૂ અને રીક્ષા મળી કુલ રૂ.૧.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદ વીરાટનગર કૃષ્ણપાર્કમાં રહેતા કીરણ શાંતીલાલ ખટીકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
જીલ્લા પેરોલ ફર્લો ટીમે રાજસ્થાની ચોરને ખાનગી વાહનમાથી દબોચ્યો
જીલ્લા પેરોલ ફર્લો ટીમના પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોર કરી પોલીસને હાથતાળી આપી રહેલા રાજસ્થાનના રાજુ મોતીલાલ ઉર્ફે માતીયા ગોધાને ધનસુરા શીકા ચોકડી નજીક થી ખાનગી વાહનમાં મુસાફરી કરતો દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી ધનસુરા પોલીસને સુપ્રત કર્યો હતો