શામળાજી પોલીસ ઉંઘતી રહી જીલ્લા એલસીબી પોલીસે શામળાજી નજીક ટવેરા કારમાંથી ૫૭ હજાર નો દારૂ ઝડપ્યો
(પ્રતિનિધિ) બાયડ, ગુજરાત રાજ્ય સહીત અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂ વેચાણનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે જેઓને હજુ મૂછના દોરાય ન ફૂટ્યા હોય તેવા લબરમૂછિયા પણ દારૂની ખેપ મારી રહ્યા છે અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસને ઉંઘતી રાખી શામળાજીમાં આવેલી મંગલમૂર્તિ હોટલ નજીકથી ટ્રાવેરા કારમાંથી ૫૭ હજાર રૂપિયાનો વિદેશી દારૂ નાકાબંધી કરી ઝડપી પાડ્યો હતો ટવેરા ચાલક પોલીસ નાકાબંધી જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
અરવલ્લી જીલ્લા એલ.સી.બી પી.આઈ અને તેમની ટીમ પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી ત્યારે વિદેશી દારૂ ભરી ટ્રાવેરા કાર મોડાસા તરફ જવાની બાતમી મળતા જીલ્લા એલસીબી પોલીસે શામળાજી મંગલમૂર્તિ હોટેલ પાસે નાકાબંધી કરી હતી ટ્રાવેરા કાર (ગાડી.નં.ય્ત્ન ૧૮ છૐ ૪૮૭૨ ) નો ચાલાક રોડ પર મૂકી નાસી છૂટતા એલસીબી પોલીસે ટવેરા કાર માં તલાસી લેતા ગાડી માંથી વિદેશીદારૂ બાટલ અને બિયર નંગ-૩૩૬ કીં.રૂ.૫૭૬૦૦/- નો જથ્થો જપ્ત કરી ટવેરા કાર કીં.રૂ.૨૦૦૦૦૦/- મળી કુલ.રૂ.૨૫૭૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ટવેરાના બુટલેગર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સઘન ચેકીંગ ને ભેદી ટવેરા કારનો ચાલક સફળ રહેતા શામળાજી પોલીસતંત્ર ને ઉંઘતુ રાખી એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળ રહી હતી.*