Western Times News

Gujarati News

શામળાજી પોલીસ પર પથ્થર વડે હુમલો :  ગોઢઅઢેરા ગામે જુથ અથડામણ માં મામલો થાળે પાડવા ગયેલ પોલીસ પર જ હુમલો 

ભિલોડા: અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ બની છે  પોલીસતંત્રની સ્થિતિ દયનિય બની હોય તેમ અસામાજિક તત્ત્વો ને ખાખીનો ખોફ જ ન હોય તેમ પોલીસ પર હુમલો કરતા પણ અચકાતા નથી આવીજ એક ઘટના ભિલોડા તાલુકાના અને શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી ગોઢઅઢેરા ગામે આદિવાસી સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થતા ઘટનાસ્થળે પહોંચેલી શામળાજી પોલીસજીપ અને કર્મચારીઓએ પથ્થરમારો કરતા એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો પોલીસકર્મીઓને બિભસ્ત ગાળો બોલી જાનથી કરી નાખવાની ધમકી આપતા ફરજ બજાવવા ગયેલ પોલીસકર્મીઓ પણ ફફડી ઉઠ્યા હતા પોલીસ પર હુમલો થતા જીલ્લાની પોલીસ  ગોઢઅઢેરા ગામે ખડકી દઈ અસામાજિક તત્ત્વોને ઝડપી પાડવા કોમ્બિંગ હાથધર્યું હતું શામળાજી પોલીસે ૬ શખ્શો, ૨ મહિલાઓ અને ટોળા સામે રાયોટિંગનો ગુન્હો નોંધ્યો હતો

શામળાજી નજીક આવેલા ગોઢઅઢેરા ગામે અર્જુનભાઈ શીવાભાઈ ક્લાસવાના ખેતરમાં ગામના અન્ય શખ્શે ખેતરમાં હંકારતા અર્જુનભાઈએ ઠપકો આપતા સામાન્ય બોલાચાલી પછી ૧)ઈશ્વર મેઘાભાઈ બરંડા,૨)મહેન્દ્ર બદાભાઈ મણાત ,૩) દિનેશ સુરમાભાઈ બરંડા,૪)નારાયણ સાળુભાઈ ખરાડી,૫)આશિષ જીવાભાઈ ખરાડી, ૬)તુલસી સાળુભાઈ ખરાડી,૭)સુખદેવ પ્રેમજીભાઈ ફણેસા,૮)નાનજી થવારભાઈ ખરાડી ,૯)બાલુ રૂપાભાઇ ખરાડી,૧૦) લક્ષ્મીબેન સુખદેવભાઈ ફણેસા ,૧૧) અભય સુભાષભાઈ ફણેસા,૧૨) ઈશ્વરભાઈ નો  છોકરો,૧૩) દક્ષાબેન ઈશ્વરભાઈ તથા ૫૦ થી વધુ લોકોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી અર્જુનભાઈ ક્લાસવાના ઘરે પહોંચી પથ્થર અને લાકડીઓ વડે  હુમલો કરી

વાહનોમાં તોડફોડ કરતા જૂથ અથડામણની સ્થિતિ પેદા થતા અર્જુનભાઈ ક્લાસવાએ ૧૦૦ નંબર પર ફોન કરતા શામળાજી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચતા ઉશ્કેરાયેલા ટોળાએ શામળાજી પોલીસજીપ પર પથ્થરો વડે હુમલો કરતા અને પોલીસકર્મચારીઓને બિભસ્ત ગાળો બોલવાની સાથે પથ્થરના છુટા ઘા કરતા મહેશભાઈ ઉદાભાઈ નામના કર્મચારીને જમણા ગાલ પર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા

ટોળાના હુમલાના પગલે પોલીસકર્મીઓ ફફડી ઉઠયા હતા પોલીસજીપ અને પોલીસકર્મીઓ પર હુમલો થતા જીલ્લાની પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને કાબુમાં લઈ પોલીસપર હુમલો કરનાર શખ્શોને કાયદાનો પાઠ ભણાવવા કોમ્બિંગ હાથધર્યું હતું અર્જુનભાઈ ક્લાસવાના ઘર પર હુમલો કરનાર ૧૩ લોકો અને ૫૦ માણસોના ટોળાસામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પોલીસે પોલીસકર્મચારી શંકરભાઇ ભીખાભાઇ (બ.નં.૧૯૬) ની ફરિયાદના આધારે ૧)ઈશ્વર મેઘાભાઈ બરંડા,૨)મહેન્દ્ર બદાભાઈ મણાત ,૩) દિનેશ સુરમાભાઈ બરંડા,૪)નારાયણ સાળુભાઈ ખરાડી,૫) બાલુ રૂપાભાઇ ખરાડી ૬) આશિષ સાળુભાઈ ખરાડી,૭)દક્ષાબેન ઈશ્વર ભાઈ બરંડા તથા ઈશ્વરભાઈની છોકરી અને ૫૦ થી ૬૦ માણસોના ટોળા સામે ઇપીકો કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૩૨,૧૮૬,૩૩૭,૩૨૪ અને જીપી એક્ટ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.