શામળાજી પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત બુટલેગર જીવો ૭ વર્ષ પછી ઝડપાયો

અરવલ્લી જીલ્લામાં પોલીસે જ પોષીને મોટા કરેલા બુટલેગરો બેફામ બન્યા હતા અને પોલીસ પર જ હુમલો કરી ખાખી પર ભારે પડી રહ્યા છે ત્યારે એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરી ફાટીને ધુમાડે ગયેલા અને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવા બુટલેગરોને ઝડપી પાડી જેલ ભેગા કરી રહી છે અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો ટીમે શામળાજી પોલીસ પર હુમલો કરનાર અને પોલીસની બંદૂક છીનવી લેવાના ગુન્હામાં છેલ્લા ૭ વર્ષથી નાસતા ફરતા અને ગુજરાત રાજસ્થાનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હાના નામચીન બુટલેગર જીવો ઉર્ફે જીવણ ઉર્ફે જીવા પુના મનાતને બાતમીના આધારે મેઢાસણ-ટીંટીસર રોડ પરથી દબોચી લેતા કુખ્યાત બુટલેગરના હોશકોશ ઉડી ગયા હતા પેરોલ ફર્લો ટીમે કુખ્યાત બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધર્યું હતું ત્યારે બરનોલા ગામે પ્રોહીબીશન રેડ કરવા ગયેલી શામળાજી પોલીસ પર હુમલો કરી પોલીસકર્મી પાસેથી બુટલેગરોએ પોલીસકર્મીની બંદૂક છીનવી લેવાના ગુન્હાનો આરોપી અને અમદાવાદ, ગાંધીનગર સહીત અન્ય પોલીસ સ્ટેશન અને રાજસ્થાનના વીંછીવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સહીત અન્ય ગુન્હામાં સંડોવણીનો કુખ્યાત આરોપી જીવો ઉર્ફે જીવણ ઉર્ફ જીવા પુના મનાત મેઢાસણ-ટીંટીસર રોડ પરથી પસાર થવાનો હોવાની બાતમી મળતા પેરોલફર્લો ટીમ તાબડતોડ મેઢાસણ-ટીંટીસર રોડ પર વોચ ગોઠવી દીધી અને રોડ પરથી પસાર થતા જીવા મનાતને પોલીસ સકંજામાં આવી ગયો હોવાની જાણ થતા ભાગવા લાગતા પેરોલ ફર્લો ટીમે કોર્ડન કરી દબોચી લેતા બુટલેગરના મોતીયા મરી ગયા હતા અરવલ્લી પેરોલ ફર્લો ટીમે નામચીન બુટલેગરને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી