શામળાજી પોલીસ સ્ટેટ વિજિલન્સના દરોડા પછી સતર્ક બની :ટ્રક માંથી ૭.૨૯ લાખના દારૂ સાથે ડ્રાઈવરને દબોચ્યો
સ્ટેટ વિજિલન્સની ટીમે શામળાજી પોલીસને ઉંઘતી રાખી ખેર ગામ નજીકથી વિદેશી દારૂ ભરી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી બે શખ્શોને ૧.૨૩ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતા અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર સહીત શામળાજી પોલીસમાં ભૂચાલ મચી હતી સ્ટેટ વિજિલન્સ ત્રાટકયા થોડાક જ કલાકોમાં શામળાજી પોલીસે વેણપુર ગામ નજીક ટ્રકમાં કોલ્ડડ્રીંક્સના બોક્સ પાછળ સંતાડીને લાવતો ૭.૨૯ લાખના વિદેશી દારૂ સાથે ડ્રાઈવરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ એસ.એચ.પરમારે ચાર્જ સાંભળતાની સાથે પરપ્રાંતીય રાજ્યમાંથી ઘુસાડાતો વિદેશી દારૂના બે ત્રણ ક્વોલિટી કેસ કર્યા પછી બુટલેગરો માટે સિલ્ક રૂટ ગણાતી રતનપુર ચેકપોસ્ટ પરથી બુટલેગરોએ વિદેશી દારૂ ઘુસાડવાનું બંધ કરી દીધું હોય કે પછી અગમ્ય કારણોસર વિદેશી દારૂ ઝડપવાની ઘટનાઓમાં ઘટાડો થયો હતો સ્ટેટ વિજિલન્સના દરોડા પછી શામળાજી પોલીસ સતર્ક બની વેણપુર ગામ નજીક ટ્રકમાંથી ૭.૨૯ લાખનો વિદેશી દારૂ ઝડપવામાં સફળતા મળી હતી
શામળાજી પીએસઆઈ એસ.એચ.પરમાર અને તેમની ટીમે વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા કોલ્ડડ્રીંકના બોક્સ ભરી પસાર થતા ટ્રક (ગાડી.નં- HP-62-A-0748 ) ને અટકાવી તલાસી લેતા કોલ્ડ્રીંક્સની આડમાં સંતાડી રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૨૪ કીં.રૂ.૭૨૯૬૦૦/- નો જથ્થો જપ્ત કરી અજય શ્રી મનોહરચન્દ્ર ઠાકુર (રહે,મલહાઈ,હિમાચલ પ્રદેશ) ની ધરપકડ કરી