શામળાજી મંદિરમાં ૬.૫ કીલો ચાંદીના વાસણો એક ભક્તે અર્પણ કર્યા

અન્ય ભક્તે ચાંદીનો મુગટ દાન કર્યો
સમગ્ર દેશ-વિદેશમાં પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બીરાજતા શ્રી ગદાધર ભગવાન વિષ્ણુના પાવનકારી દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે શામળાજી મંદિરમાં બિરાજતા ભગવાન કાળીયા ઠાકોર અખૂટ શ્રધ્ધા ધરાવતા ભક્તો તરફથી શામળાજી મંદીરને સોના-ચાંદીનું દાન કરવામાં આવે છે ત્યારે એક ભક્ત દ્વારા શામળાજી મંદિરમાં ૬.૫ કીલો ચાંદીના વાસણો અર્પણ કરવામાં આવ્યા છે ભગવાન શામળીયાને રાજભોગ ચાંદીના વાસણોમાં ધરવામાં આવશે તેવું મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું ચાર દિવસ પહેલા એક ભક્ત તરફથી ચાંદીનો ચાર કીલો વજન ધરાવતો મુગટ દાન કરવામાં આવ્યો હતો
શામળાજી મંદિર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની આસ્થાનુ કેન્દ્ર છે. હજારોની સંખ્યામાં ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અહી આવે છે અને શામળા શેઠના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.શામળાજી મંદિરમાં આસ્થા ધરાવતા એક ભક્તે ૭ લાખથી વધુની કિંમતના ચાંદીના થાળી વાટકી,ચમચી અને ગ્લાસ તેમજ અન્ય વાસણ અર્પણ કરવામાં આવ્યા હતા
શામળાજી મંદીરના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર એક શ્રદ્ધાળુએ ચાંદીના વાસણોનું ગુપ્ત દાન કરતા હવે થી ભગવાન શામળીયાને ચાંદીના વાસણોમાં રાજભોગ અર્પણ કરવામાં આવશે અને મંદીર ટ્રસ્ટે ગુપ્ત દાન કરનાર ભક્તનો આભાર વ્યક્ત કર્યો હતો