શામળાજી મહોત્સવ : ૨૦૨૦નો રંગારંગ પ્રારંભ: ગુજરાતી નૃત્યોનાં રંગે રંગાઈ પ્રજા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહિવટીતંત્ર,અરવલ્લી ધ્વારા આયોજીત શામળાજી મહોત્સવ શામળાજી મંદીર પરીસર,શામળાજી ખાતે શામળાજી મહોત્સવ માન. જિલ્લા કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરના હસ્તે ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ કલા પ્રેમીઓને ઉત્સાહ વધારતા જણાવ્યું હતુ કે, લોક ઉત્સવ એ જે તે વિસ્તારની પરંરાગત કલાને જાગૃત રાખવાનું કામ કરે છે કલાકારોમાં રહેલ દબાયેલી કલાને ઉજાગર કરવાનો એક અનોખો અવસર છે.આ બે દિવસ ચાલનારા મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવા વિનંતી કરી હતી.
આ મહોત્સવમાં નૃત્યસંગીની ડાન્સ ઇન્સ્ટ્રીટયુટ (લોકનૃત્ય),અમદાવાદ, ડાંગી આદિવાસી લોકનૃત્ય યુવક મંડળ (ડાંગી નૃત્ય),ડાંગ, શ્રી નિતિન દવે એન્ડ ગૃપ (મીશ્ર રાસ),ગાંધીનગર, કિષ્ના એકેડમી (ગરબો), અમદાવાદ, શ્રી કલાપથ સંસ્થા (રાસ), ભાવનગર, કસ્તુરબા ગાંધી બા.વિ.ઢિંમડા(લોકનૃત્ય), અરવલ્લી, નમ્રતા શાહ એન્ડ ગૃપ (કથ્થક), નડિયાદ, પનઘટ કલા કેન્દ્ર (ગરબો), ગાંધીનગર, મુક્તા આર્ટસ કોમ્યુનીકેશન (મીશ્ર રાસ),આણંદ, સીદ્દી ગોમા ગૃપ (સીદ્દી ધમાલ નૃત્ય), ભરૂચ વગેરે ૮ જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને રજૂ કરનાર કૃતિઓને કુલ ૫.૨૫ લાખની રકમ પુરસ્કાર સ્વરૂપે ચુકવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પ્રમુખ હંસાબેન પરમાર, માન.જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા,અધિક નિવાસી કલેક્ટર આર.જે. વળવી,જિલ્લા રમત-ગમત અધિકારી હર્ષાબેન ઠાકોર,મામલતદાર મોડાસા,મામલતદાર ભિલોડા, જીલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી,અગ્રણી ગુણવતંભાઈ ત્રિવેદી,ગજાનંદ પ્રજાપતિ,અને સ્થાનિક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.