શામળાજી હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટઃ મૃતક યુવકના ભાઈએ ગળેફાંસો ખાતા ચકચાર
ગોઢકુલ્લા ગામમાં રમેશ ફણેજાના રહેણાંક મકાન નજીક હેન્ડ ગ્રેનેડને સાંડસી વડે તોડાવા જતા પ્રચંડ બ્લાસ્ટ સાથે રમેશ ફણેજાના ફુરચેફુરચા ઉડી ગયા હતા તેની ગંભીર ઈજાગ્રસ્ત દોઢ વર્ષીય પુત્રીનું પણ અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે
(પ્રતિનિધિ) ભિલોડા, શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે શનીવારે થયેલા ભેદી બ્લાસ્ટમાં એફએસએલ અને પોલીસ તપાસમાં લશ્કરમાં ઉપયોગમાં લેવાતો હેન્ડ ગ્રેનેડ હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસતંત્ર સહીત એન્ટી ટેરીરિસ્ટ સ્ક્વોડની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સેન્ટ્રલ આઈબી ની ટીમ,અમદાવાદ એટીએસ ટીમ સહીત જીલ્લા પોલીસતંત્રની વીવીધ ટિમોએ મૃતક યુવકના પરિવારજનો, સગા-સબંધી સહીત આજુબાજુના વિસ્તારના લોકોની સઘન પૂછપરછ હાથધરી છે ત્યારે હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મૃતક યુવકના ૨૯ વર્ષીય કાંતીભાઈ ફણેજાએ અગમ્ય કારણોસર ગામ નજીક આવેલા ડુંગર પર ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી છે
પરિવારજનોમાં માતમ છવાયો છે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે પરિવારજનોએ પોલીસ દ્વારા સતત દબાણ કરવામાં આવતા અને માનશીક શારિરીક ત્રાસ આપી પોલીસે ટોર્ચરિંગ કરતા મૃતકે આત્મહત્યા કરી લીધી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે
ગોઢકુલ્લા ગામમાં રમેશ ફણેજાના રહેણાંક મકાન નજીક હેન્ડ ગ્રેનેડને સાંડસી વડે તોડાવા જતા પ્રચંડ બ્લાસ્ટ સાથે રમેશ ફણેજાના ફુરચેફુરચા ઉડી ગયા હતા તેની ગંભીર ઈજાગ્રસ્ત દોઢ વર્ષીય પુત્રીનું પણ અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે
બ્લાસ્ટના પગલે રેંજ આઈજી અભય ચુડાસમા પણ દોડી આવ્યા આ હેન્ડગ્રેનેડ આર્મીમાં ઉપયોગમાં લેવાતા હોવાનું તપાસમાં ખુલતાં જ આ પ્રકરણે વધુ પ્રશ્નો સર્જાયા છે અને પ્રતિબંધિત જીવંત હેન્ડ ગ્રેનેડ આ અંતરીયાળ વિસ્તારમાં કયાંથી ? કેવી રીતે આવ્યો ? તે રહસ્યનો ભેદ ઉકેલવા વધુ તપાસ રાજયની એટીએસ ટીમે હાથ ધરી છે.
સેન્ટ્રલ આઈબી પણ તપાસમાં જાેડાઈ છે હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ મામલે વિવિધ એજન્સી અને પોલીસ હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તેનું કારણ જાણવા આકાશ-પાતાળ એક કરી રહી છે ત્યારે મૃતક યુવકના કાંતિભાઈ ફણેજા નામના નાના ભાઈએ ગામ નજીક આવેલા ડુંગર પર આવેલા ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો પર આભ તુટી પડ્યું છે
પરિવારજનોએ પોલીસ તપાસના નામે દબાણ કરી હેરાન કરતી હોવાના આક્ષેપ કરતા પોલીસતંત્ર અને એજન્સીની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.*