Western Times News

Gujarati News

શાયર મુનવ્વર રાણાની દિકરી સપામાં જોડાઇ

લખનૌ, બહુજન સમાજ પાર્ટીમાંથી બળવો કરીને પાર્ટી છોડનારા બે નેતાઓ અને પૂર્વ સાંસદ ઉમેદવાર, ગોંડા મસૂદ આલમ ખાન અને પૂર્વ ધારાસભ્ય રમેશ ગૌતમે મંગળવારે સમાજવાદી પાર્ટી જોઈન કરી લીધી છે. આ ઉપરાંત અન્ય કેટલાક લોકોએ પણ સપાનું સભ્યપદ લીધું છે.

સપાનું સભા પદ લેનારમાં ખ્યાતનામ શાયર મુનવ્વર રાણાની દિકરી સુમૈયા રાણા પણ શામેલ છે. આ તમામને સપા પ્રમુખ અખિલેશ યાદવે પાર્ટીનું સભ્યપદ અપાવ્યુ હતું. આ અવસરે અખિલેશે બીજેપી સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. જેમાં ખાસ કરીને હાથરસની ઘટના મહત્વની હતી. તો વળી મુઝફ્ફરનગર રમખાણોમાં કેસ પાછા ખેંચવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો.

આજે સમાજવાદી પાર્ટીનું સભ્ય પદ લેનારા નેતાઓમાં લાલ ચંદ ગૌતમ, ખુશી રામ પાસવાન, રામ સિંગાર મિશ્રા, મો. ઈરફાન, અયોધ્યા ચૌહાણ, પુરન લાલ, ભગવાન લાલ, હાફિઝ અલી, અહેસાન અલી સહિત કેટલાય લોકો શામેલ છે.

અખિલેશે આ પ્રસંગે સમાજવાદી પાર્ટીમાં જોડાનારા તમામ લોકોનું સ્વાગત કર્યુ હતું. તેમણે અહીં કહ્યુ હતું કે, જે પ્રકારનું ઉત્પીડન સરકાર તરફથી થઈ રહ્યુ છે., તેના માટે આપણે બધાએ એક થવાની જરૂર છે. જૂઠા કેસોમાં લોકોને ફસાવ્યા છે. તેના વિરુદ્ધ લડાઈ લડવાની છે. જે કામ લોકતંત્રમાં ક્યારેય નથી થયા, તે તમામ કામ ભાજપ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.