શાયર મુનવ્વર રાણાની મુશ્કેલીઓ વધી, હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવાનો કર્યો ઈનકાર
ઉત્તરપ્રદેશ, જાણીતા શાયર મુનવ્વર રાણાની મુશ્કેલીઓ વધી રહી છે. હવે યુપી હાઈકોર્ટે પણ રાણાની ધરપકડ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે અને સાથે સાથે હાઈકોર્ટની બેન્ચે તેમની સામેની એફઆઈઆર રદ કરવાની પણ ના પાડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, મુનવ્વર રાણાએ મહર્ષિ વાલ્મિકીની તુલના તાલિબાન સાથે કરી હતી. જે પછી લોકોએ તેમના પર રોષ ઠાલવ્યો હતો. તેમની સામે એસસી એસટી એકટ હેઠળ પોલીસ કેસ કરવામાં આવ્યો હતો.
રાણાએ તે સમયે કહ્યુ હતુ કે, તાલિબાનો એટલા જ આતંકી છે જેટલા રામાયણ લખનારા મહર્ષિ વાલ્મિકી છે. જો મહર્ષિ વાલ્મિકી રામાયણ લખે તો દેવતા થઈ જાય છે, તે પહેલા ડાકુ હતા.માણસનુ ચરિત્ર બદલાતુ રહે છે.
આ પહેલા રાણાએ કહ્યુ હતુ કે ,યુપીમાં પણ તાલિબાન જેવુ કામ થઈ રહ્યુ છે. અહીયા હિન્દુ તાલિબાનીઓ પણ છે.