શારદાબેન હોસ્પિટલમાં એક શખ્સે લેબ ટેક્નિશિયન ઉપર એસિડ ફેંક્યું
અમદાવાદ, સરસપુરમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન તરીકે કામ કરતાં કર્મચારી પર બુધવારે ૩૦ વર્ષના એક શખ્સે એસિડ ફેંક્યું હતું. લેબ ટેક્નિશિયને જાેયું કે, આરોપી તેની ઓફિસમાં બેઠો છે અને આ બાબતે વાંધો ઉઠાવ્યો ત્યારે રોષે ભરાયેલા યુવકે તેના પર એસિડ એટેક કર્યો હતો.
ટેક્નિશિયન રમેશ વાઘેલાની ફરિયાદને આધારે શહેર કોટડા પોલીસ દ્વારા આરોપી પ્રકાશ સોલંકી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. રમેશે પોલીસને જણાવ્યું કે, બુધવારે તે પોતાની ઓફિસમાં પ્રવેશ્યો ત્યારે એક અજાણ્યો શખ્સ તેની ઓફિસમાં બેઠેલો હતો.
રમેશે તેને ઓફિસ ખાલી કરીને જવાનું કહ્યું કારણકે તેમાં માત્ર સ્ટાફ મેમ્બર્સને જ પ્રવેશ છે. એફઆઈઆર પ્રમાણે, પ્રકાશે કહ્યું કે તે હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવા આવ્યો હતો અને તે ઓફિસમાં બેસી શકે છે કારણકે તેની મમ્મી અને ભાઈ અહીં સફાઈકર્મી તરીકે કામ કરે છે.
જ્યારે રાકેશે આગ્રહ કર્યો કે પ્રકાશ ઓફિસમાં ના બેસી શકે ત્યારે પ્રકાશે ગાળાગાળી અને બૂમાબૂમ શરૂ કરી હતી. તે લેબ ટેક્નિશિયનની ઓફિસમાંથી બહાર નીકળ્યો અને એસિડની બોટલ શોધીને લાવ્યો અને પછી તે રાકેશ પર ફેંકવાની ધમકી આપી હતી.