Western Times News

Gujarati News

શારીરિક સબંધ બાંધી યુવતીનો વીડિયો ઊતારનારો ઝડપાયો

Files Photo

વલસાડ: પોતાની સાચી ઓળખ છૂપાવીને પુખ્ત વયની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી વિડીયો ઉતારી લેનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ કાવતરામાં આરોપીની પત્ની પણ તેની સાથે સામેલ હતી તેવો પોલીસનો દાવો છે. બીજી તરફ, પોતે જેને પ્રેમ કરે છે તે યુવક બીજા ધર્મનો છે અને પરણેલો છે તેવી જાણ થતાં યુવતીએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ યુવકે પોતાની પાસે રહેલા વિડીયોના આધારે તેનું બ્લેકમેલિંગ શરુ કર્યું હતું.

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, વલસાડમાં રહેતી અનુજા (નામ બદલ્યું છે) વાપીના વસીમ મન્સુરી નામના એક યુવકના પ્રેમમાં પડી હતી. વસીમે તે વખતે પોતાનું નામ પ્રેમ સંઘાણીયા જણાવીને એવી સ્ટોરી ઉપજાવી કાઢી હતી કે તેને મુસ્લિમ માતા-પિતાએ દત્તક લીધો છે. પોતાની ખોટી ઓળખ આપીને અનુજાને ફસાવ્યા બાદ વસીમ તેને અલગ-અલગ જગ્યાએ લઈ ગયો હતો અને તેની સહમતી વિના જ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

પોલીસ ફરિયાદ અનુસાર, એકવાર વસીમે અનુજાને પોતાનો ન્યૂડ વિડીયો મોકલી આપ્યો હતો. તેણે અનુજા પણ પોતાનો આવો વિડીયો મોકલે તેવી ડિમાન્ડ કરી હતી. જાેકે, અનુજાએ તેના માટે ઈનકાર કરી દેતા વસીમે તેને જાે વિડીયો ના મોકલ્યો તો હું મરી જઈશ તેવી વાત કરી હતી. જેથી પ્રેશરમાં આવી ગયેલી અનુજાએ તેને પોતાનો વિડીયો મોકલી આપ્યો હતો.
વસીમ સાથે રિલેશનમાં રહેલી અનુજા તેને પોતાનું સર્વસ્વ સોંપી ચૂકી હતી. તે વસીમને પ્રેમ સંઘાણીયા જ સમજી રહી હતી. જાેકે, એક દિવસ તેને પોતે જેને પ્રેમ સમજી રહી છે તે વસીમ છે તેવી જાણ થઈ ગઈ હતી. એટલું જ નહીં,

તે પરણેલો હોવાની ખબર પડતા અનુજાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થતાં અનુજાએ વસીમને મળવાનું બંધ કરી દીધું હતું અને તેના ફોનનો જવાબ પણ નહોતી આપતી. અનુજાની આ હરકતથી ચીડાયેલા વસીમે તેને ધમકી આપી હતી કે જાે તે તેને મળવા ના આવી અને પોતાની ડિમાન્ડ પૂરી ના કરી તો તે અનુજાનો વિડીયો વાયરલ કરી દેશે. બીજી તરફ, વસીમની પત્ની શબનમે અનુજાનો ન્યૂડ વિડીયો મોકલીને તેના પિતાને મોકલી આપ્યો હતો

આ વિડીયોને વાયરલ કરી દેવાની ધમકી આપતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અનુજાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરીને ગણતરીના સમયમાં જ વસીમ અને તેની પત્ની શબનમને ઝડપી લીધા હતા. પોલીસે કડક પૂછપરછ કરતાં વસીમે એવી પણ કબૂલાત કરી હતી કે તે અનુજાની નાની બહેન પર પણ નજર રાખીને તેનેય પ્રેમજાળમાં ફસાવવાની ફિરાકમાં હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.