Western Times News

Gujarati News

શાળાઓમાં અટલ ટિન્કરિંગ લેબ્સ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

પ્રતિકાત્મક

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પહેલી વાર શાળાઓમાં અટલ ટિન્કરિંગ લેબ્સ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સ સુધી વિવિધ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે હેકેથોન્સની નવી પરંપરા ઊભી થઈ છે, જે દેશની યુવા પેઢી અને ઉદ્યોગ એમ બંને માટે મોટું પ્રેરકબળ બની રહ્યું છે. તેમણે વધુમાં જાણકારી આપી હતી

કે, નેશનલ ઇનિશિયેટિવ ફોર ડેવલપિંગ એન્ડ હાર્નેસિંગ ઇનોવેશન દ્વારા 3500થી વધારે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એ જ રીતે નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન અંતર્ગત આઇઆઇટી બીએચયુ, આઇઆઇટી-ખડગપુર અને આઇઆઇએસઇઆર, પૂણેમાં ત્રણ સુપરકમ્પ્યુટર્સઃ પરમ શિવાય, પરમ શક્તિ અને પરમ બ્રહ્મા સ્થાપિત કરવામાં આવ્યાં છે.

તેમણે જાણકારી આપી હતી કે, દેશમાં ડઝનથી વધારે સંસ્થાઓ સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ત્રણ અદ્યતન એનાલીટિકલ એન્ડ ટેકનિકલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ્સ (સાથી) આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી દિલ્હી અને બીએચયુમાંથી સેવા આપે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નિયંત્રિત જ્ઞાન અને સંશોધન દેશની સંભવિતતા સાથે મોટો અન્યાય છે એ વિચારસરણી સાથે અંતરિક્ષ, પરમાણુ ઊર્જા, ડીઆરડીઓ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ઘણા વિકલ્પો પ્રતિભાશાળી યુવાનો માટે ખુલ્યાં છે. તેમણે કહ્યું હતું કે, પહેલી વાર દેશમાં મેટ્રોલોજી સાથે સંબંધિત આંતરરાષ્ટ્રીય ધારાધોરોને પૂર્ણ કરવામાં આવ્યાં છે, જે સંશોધન અને વિકાસ તરફ દોરી જશે અને આપણી આંતરરાષ્ટ્રીય સક્ષમતામાં ઘણો વધારો થશે.

તાજેતરમાં જિયો-સ્પેતિયલ ડેટાનું ઉદારીકરણ થયું છે તથા આ અંતરિક્ષ ક્ષેત્ર અને દેશની યુવા પેઢી માટે પ્રચૂર તકો તરફ દોરી જશે. સંપૂર્ણ ઇકોસિસ્ટમ પ્રચૂર લાભ થશે. તેમણે કહ્યું હતું કે, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દેશમાં પહેલી વાર ઊભું થયું છે. આ માટે 50 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે.

આ સંશોધન સાથે સંબંધિત સંસ્થાઓનું વહીવટી માળખું મજબૂત કરશે તથા સંશોધન અને વિકાસ, એકેડેમિયા અને ઉદ્યોગ વચ્ચે સમન્વયને સુધારવામાં આવશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, બાયોટેકનોલોજી સંશોધનમાં 100 ટકાથી વધારે વૃદ્ધિ સરકારની પ્રાથમિકતાઓનો સંકેત છે. તેમણે ખાદ્ય સુરક્ષા, પોષણ અને કૃષિની સેવામાં બાયોટેકનોલોજી સંશોધનના અવકાશમાં વધારા માટે અપીલ કરી હતી.

ભારતીય પ્રતિભાઓની માગ પર વાત કરતા પ્રધાનમંત્રીએ રોજગારીના ક્ષેત્રમાં જરૂરી કુશળતાઓનો તાગ મેળવીને એ મુજબ યુવાનો તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા, આંતરરાષ્ટ્રીય કેમ્પસને આમંત્રણ આપવા અને ઉદ્યોગ માટે જરૂરી કૌશલ્ય સંપાદન કરવા એનું સંવર્ધન કરવાની હિમાયત પણ કરી હતી. તેમણે ઉમેયું હતું કે, આ બજેટમાં એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામની સરળતા વધારવા માટે કરવામાં આવેલી જોગવાઈથી દેશની યુવા પેઢીને મોટો લાભ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.