Western Times News

Gujarati News

શાળાઓ ઈચ્છે તો વિદ્યાર્થીઓને ફીમાં છૂટ આપી શકે છે : સુપ્રીમ

Files Photo

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે રાજસ્થાનની ૩૬૦૦૦ ગ્રાન્ટ વગર ચાલતી ખાનગી શાળાઓને સોમવારે નિર્દેશ આપ્યો કે તેઓ શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧ માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક ૧૫% ઓછી ફી વસૂલ કરે. આ ર્નિણયમાં સ્પષ્ટ કરાયું છે કે ફી ચૂકવી ન શકવાની સ્થિતિમાં કોઈ પણ વિદ્યાર્થીને વર્ચ્યુઅલ કે હાલાત સામાન્ય થવા પર ક્લાસમાં સામેલ થતા રોકી શકાય નહીં કે તેનું પરીક્ષા પરિણામ પણ રોકવું જાેઈએ નહીં.

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો. જેમાં રાજસ્થાન વિદ્યાલય (શુલ્ક નિયમન) કાનૂન ૨૦૧૬ અને શાળાઓમાં ફી નક્કી કરવા સંબંધિત કાયદા હેઠળ બનાવવામાં આવેલા નિયમની વેલિડિટીને અપાયેલા પડકારને ફગાવવામાં આવ્યો હતો. જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની પેનલે ૧૨૮ પાનાના પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧ માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ દ્વારા ફીની ચૂકવણી છ સરખા હપ્તામાં કરાશે.

બેન્ચે કહ્યું કે એ વાતનો ઈન્કાર કરી ન શકાય કે મહામારીના કારણે લાગુ પૂર્ણ લોકડાઉનના કારણે અભૂતપૂર્વ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જેની લોકો, ઉદ્યોગ જગત અને સમગ્ર દેશ પર ગંભીર અસર પડી છે. જસ્ટિસ ખાનવિલકરે ચુકાદામાં ઉલ્લેખ કર્યો કે આ પ્રકારના આર્થિક સંકટમાં મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ ગઈ છે.

આ ચુકાદામાં કહેવાયું કે ‘અપીલકર્તા (શાળા) પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦ માટે વર્ષ ૨૦૧૬ના કાયદા હેઠળ નિર્ધારિત વ્યવસ્થા મુજબ ફી વસૂલ કરે, પરંતુ શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧ માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં ન લેવાયેલી સુવિધાઓને ધ્યાનમાં રાખતા ફી ૧૫% ઓછી લેવામાં આવે. જાે શાળાઓ પોતાના વિદ્યાર્થીને વધુ છૂટ આપવા માંગે તો આપી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.