શાળાઓ ચાલુ પણ મધ્યાહન ભોજન યોજના બંધ, શિક્ષણ વિભાગનું આયોજન જ નહીં

(એજન્સી)ગાંધીનગર, રાજય સરકારે મોટા ઉપાડે સોમવારથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દીધું છે. પરંતુ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના હજુ શરૂ કરી નથી. ગરીબ અને શ્રમજીવી પરીવારોમાં તેમના બાળકોને નાસ્તો આપી શકે તેવી સ્થિતીમાં હોતા નથી અથવા કામકાજ ઉપર જતા રહેતા હોય છે.
જેથી બાળકો ભુખ્યા રહેતા હોય તેવી હાલત છે મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા લગભગ એક લાખ કર્મચારીઓ પણ સરકાર કયારે યોજના શરૂ કરે તેની રાહ જાેઈને બેઠા છે. સરકારનું કરોડો રૂપિયાનું જંગી બજેટ હોવા છતાં બાળકો કેમ ભોજનથી વંચીત છે. તે પણ સવાલ છે.
સરકારે ઓનલાઈન શિક્ષણ બંધ કરીને ચાલુ સપ્તાહના સોમવારથી ફરજીયાત શાળાએ આવીને ભણવાની જાહેરાત કરી છે.સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છતાં મધ્યાહન ભોજન યોજના શરૂ ન થતાં સંખ્યાબંધ પરીવાર આ યોજના કયારે શરૂ થશે તેના કોઈ સંકેત નથી.
હાલ જે બાળકો શાળાએ આવે છે. તેમાં ખાસ કરીને અંતરિયાળ અને બહુ સમૃધ્ધ ન હોય તેવા અંતરીયાળ વિસ્તારમાં બાળકો નાસ્તો પણ લાવતા નથી. તેવી શાળાના શિક્ષકો કે મધ્યાહન ભોજન યોજના સાથે જાેડાયેલા કર્મચારીઓ ગામમાંથી જ કોઈ દાતા શોધીને કે એકથી વધુ લોકો પાસેથી નાસ્તાની વ્યવસ્થા ગોઠવીને ગાડું ગબડાવી રહયા છે. રાજય સરકારનું ર્વાષિક ૭૦૦ કરોડનું મધ્યાહન ભોજન યોજનાનું બજેટ છે.
શિક્ષણ વિભાગે શાળાઓ ચાલુ કરતા પૂર્વે યોજના ચાલુ થાય અને બાળકોને પહેલાં દિવસથી જ ભોજન મળતું થઈ જાય તેવું આગોતરું આયોજન ના કર્યું તેના માટે કોણ જવાબદાર તે સવાલ ઉભો થઈ રહયો છે.રાજય પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા અને મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ મધ્યાહન ભોજન યોજનાના કમીશ્નરને વહેલી તકે બાળકોના હિતમાં યોજના ચાલુ કરવા માટે લેખીતમાં માગણી કરી છે.