શાળાઓ મર્જ કરવાના મુદ્દે ભીલીસ્થાન ટાઈગર સેનાનો વિરોધ
રાજ્યપાલ ને સંબોધેલ આવેદનપત્ર પાઠવી રાજ્યવ્યાપી આંદોલન ની ચીમકી ઉચ્ચારી. |
ભરૂચ: ગુજરાત રાજ્ય માં ૩૦ વિદ્યાર્થીઓ થી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓ મર્જ કરવા સામે ભીલીસ્થાન ટાઈગર સેનાએ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી રાજ્વ્યાપી આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ માં ૩૦ વિદ્યાર્થીઓ થી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે સામે ભીલીસ્થાન ટાઈગર સેનાએ દ્વારા ભરૂચ જીલ્લા કલેકટર ને રાજ્યપાલ ને સંબોધેલ આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કારમાં આવ્યો છે.
આવેદન પત્ર માં શાળાઓ મર્જ કરવાના આ નિર્ણય થી ગુજરાત માં આશરે ૫૩૫૦ કરતા વધુ શાળાઓ બંધ થશે.જેની સીધી અસર અંતરિયાળ વિસ્તાર માં રહેતા ગરીબ અને આદિવાસી લોકો પર થશે તેમ જણાવ્યું છે.મફત અને ફરજીયાત શિક્ષણ,બેટી બચાવો બેટી પઢાવો,સૌ ભણે સૌ આગળ વધે,ભણશે ગુજરાત,શાળા પ્રવેત્સોવ,ગુણોસત્વ વિગેરે ની ગુલબાંગો મારતી સરકાર ના આ તઘલખી નિર્ણય થી વિધાર્થીઓ ના ડ્રોપ આઉટ રેશીયો વધી જશે તેમ જણાવી એક મતદાર માટે પોલીંગ બુથ ઉભું કરી શકતું હોય તો ૩૦ થી ઓછા બાળકો માટે શાળા કેમ સરકાર બંધ કરે તેવો પ્રશ્ન પણ કર્યો છે.
આ વેદનપત્ર માં અંત માં ભીલીસ્તાન ટાઈગર સેનાએ દ્વારા આ સામે આંદોલન નું રણશીંગુ ફૂંકી આગામી દશ દિવસ માં રાજ્યવ્યાપી આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.આવેદન પત્ર ની નકલ મુખ્યમંત્રી,શિક્ષણ મંત્રી ને પણ મોકલવામાં આવી છે.