શાળાની કિશોરીઓ સામે અશ્લિલ હરકત કરતા ઈસમનો વિડીયો વાઈરલ
વિડીયો શાહઆલમનો હોવાની લોકોમાં ચર્ચા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્કુલ કે કોલેજ આગળ ઉભા રહીને યુવતિ-સગીરાઓને પરેશાન કરતાં લુખ્ખાઓને ઝડપી લેવા માટે પોલીસે ‘શી’ ટીમ બનાવી છે. જે દરેક વિસ્તારમાં ફરતા રહીને રોડ રોમિયોને ઝડપીને પાઠ ભણાવી રહી છે. તેમ છતાંયે કેટલાંક હવસખોરો કાયદાની ઐસી તૈસી કરીને વગર બીકે જ ખુલ્લેઆમ કિશોરીઓ સામે બિભત્સ ચેનચાળા તથા અશ્લિલ હરકતો કરતાં જાવા મળતાં હોય છે.
કેટલાંક જાગૃત નાગરીકો દ્વારા આવા હવસના પૂજારીઓના વિડીયો બનાવી અન્ય લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આવો જ એક વધુ બનાવનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાઈરલ થયો છે. જેમાં એક શાળા નજીક ઉભા રહીને હવસખોર કિશોરીઓ સામે અશ્લિલ ચેનચાળા કરતો નજરે પડતા ચકચાર મચી જવા પામી છે.
આ વિડીયોમાં કાળા રંગની એક્ટીવા ઉપર આવેલો ઈસમ દિવાલની ઓથે એક્ટીવા મુકીને નજીકમાં જ આવેલી એક શાળામાંથી છૂટીને આવતી કિશોરીની સામે પોતાની પેન્ટની ચેઈન ખોલીને અશ્લીલ હરકતો કરતો દેખાય છે. થોડીવાર બાદ છોકરીઓ જાવા ન મળતાં આ ઈસમ ચારે તરફ નવા શિકાર શોધવા માટે નજર દોડવતો પણ દેખાય છે.
ધોળા દિવસે જાહેર રસ્તાઓ ઉપર આવી હરકતો કરતા ઈસમનો વિડીયો વાઈરલ થતાં લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. અને તેના વિરૂધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ સુત્રોના જણાવ્યા અનુસાર આ વિડીયો દાણીલીમડા શાહઆલમના તીનબત્તી વિસ્તારનો હોવાનું જાણવા મળે છે. જા કે પોલીસ આ હવસખોરને ઝડપી લીધા બાદ તપાસ કરશે જેના અંગે સંપૂર્ણ વિગતો મળી રહેશે.