શાળા આરોગ્ય તપાસણીના માધ્યમથી પાંચ લાખ ઉપરાંત બાળકોના આરોગ્યની તપાસણી થશે
આણંદઃ આણંદ જિલ્લાની ૩૭૬૦ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ૫.૪૫ લાખ બાળકોના આરોગ્યની નિષ્ણાંત તબીબો દ્વારા તપાસનો પ્રારંભ થયો છે જે આગામી તારીખ ૩૧-૦૧-૨૦૨૦ સુધી ચાલશે આજે ગો.જો.વિધામંદિર વિદ્યાનગરના સભાખંડમાં ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ તથા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર , કલેકટરશ્રી દિલીપભાઈ રાણા , જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારના શુભ હસ્તે શાળા આરોગ્ય તપાસણી અને ગતવર્ષની આરોગ્ય તપાસણીમાં સ્વસ્થ થયેલા બાળકોને શુભેચ્છા પાઠવવાના કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ થયો હતો
ગત વર્ષે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં 5.૪૩ લાખ બાળકોની આરોગ્યની તપાસણી થઈ હતી જે પૈકી ૨૬૦ બાળકો વિવિધ ગંભીર રોગગ્રસ્ત હોવાનું માલૂમ થતાં રાજ્ય સરકાર દ્વારા વધુ સારવારનો પ્રારંભ થયો હતો એ પૈકી આજે સ્વસ્થ થયેલા બાળકોને કલેકટર શ્રી દિલીપ રાણા ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમારએ રૂબરૂ મળીને શુભેચ્છા પાઠવી હતી
ધારાસભ્યશ્રી મયુર રાવલ આણંદ જિલ્લામાં આરોગ્ય સેવા ક્ષેત્રે થયેલી કામગીરીની સરાહના કરી હતી અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકો અને તેમના વાલીઓ માટે ખૂબ મોટા ખર્ચમાંથી બચાવવા આ શાળા આરોગ્ય તપાસણી માધ્યમ બની છે. અને જિલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમારે ગરીબ વર્ગને રાહત આપતી આરોગ્ય સેવાઓ સાચા અર્થમાં વાસ્તવિક બની છે અને મહત્તમ લોકો આનો લાભ મેળવી રહ્યા છે અને લોકોનું સ્વાસ્થય નું સ્તર ઉંચુ આવી રહ્યુ છે. જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એમ.ટી. છારીઅને જિલ્લા આરોગ્ય વિભાગના સમસ્ત કે મેં આજે આ સુંદર કાર્યક્રમ દ્વારા આરોગ્યલક્ષી યોજનાઓ નો પ્રચાર કર્યો હતો
આજે યોજાયેલા સમારોહમાં અગ્રણી શ્રી મહેશભાઈ પટેલ, સી.વી.એમ સંસ્થાના સેક્રેટરી શ્રી એસ.જી પટેલ, ગો.જો. શારદા મંદિર હાઈસ્કુલના પીન્સીપાલશ્રી રીટાબેન પટેલ, વિદ્યાનગર નગરપાલિકાના પ્રમુખશ્રી સોનલબેન પટેલ તથા પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એમ.ટી.છારી,શાલિનીબેન ભાટીયા, જિલ્લાના તમામ મેડીકલ ઓફિસરો, આરોગ્ય તપાસણી દરમ્યાન સ્વસ્થ થયેલ બાળકો અને વાલીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ, ઉપસ્થિત રહ્યા હતા.