Western Times News

Gujarati News

શાળા-કોલેજાેમાં કોરોના ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવશે

File

કોરોના નિયંત્રણમાં : ઝાડા, ઉલ્ટી, કમળાના કેસો વધ્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેમ છતાં મ્યુનિ. તંત્ર કોઈ જાેખમ લેવા તૈયાર નથી. રાજય સરકારના આદેશ બાદ શાળા કોલેજાે શરૂ થયા છે તેથી શાળા- કોલેજ કેમ્પસમાં કોરોના ટેસ્ટીંગ માટે ડોમ ઉભા થઈ શકે છે. મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં હોવાના દાવા કરવામાં આવી રહયા છે. જયારે પ્રદુષિત પાણીની સમસ્યાના કારણે ઝાડા ઉલ્ટી, કમળો, કોલેરા જેવા પાણીજન્ય રોગના કેસ વધી રહયા છે.

રાજય સરકાર દ્વારા તબક્કાવાર શાળા-કોલેજાે શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેર લગભગ ખતમ થઈ ગઈ છે પરંતુ ત્રીજી લહેરની શક્યતા વચ્ચે સરકારે ટ્રેસીંગ અને ટેસ્ટીંગ વધારવા આદેશ આપ્યા છે. રાજય સરકારની સુચના બાદ અમદાવાદ શહેરની ખાનગી અને સરકારી શાળા-કોલેજાેમાં કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટ માટે ડોમ તૈયાર કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં આ પ્રકારે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ૩૯ સ્થળે કોરોના ટેસ્ટ થઈ રહયા છે. કોમ્યુનીટી હેલ્થ સેન્ટરો ખાતે આરટી પીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવશે. શહેરમાં દૈનિક પપ૦૦ જેટલા આરટી પીસીઆર ટેસ્ટ થઈ રહયા છે જયારે બે હજાર કરતા વધુ રેપીડ ટેસ્ટ થાય છે.

અમદાવાદ શહેરમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે પરંતુ પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે. મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ ર૦ર૧માં ૭ ઓગસ્ટ સુધી ઝાડા ઉલ્ટીના ર૦૭૬, કમળાના ૬ર૯, ટાઈફોઈડના ૧૦૩પ તેમજ કોલેરાના પ૯ કેસ નોંધાયા છે. જેની સામે ર૦ર૦ના સંપુર્ણ વર્ષ દરમ્યાન ઝાડા ઉલ્ટીના ર૦૭ર, કમળાના ૬૬૪, ટાઈફોઈડના ૧૩૩૮ તેમજ કોલેરાના શુન્ય કેસ નોંધાયા હતા. શહેરમાં પ્રદુષિત પાણીની સમસ્યાના કારણે પાણીજન્ય રોગના કેસ વધી રહયા છે તેથી મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા પાણીના રેન્ડમ સેમ્પલ લેવામાં આવી રહયા છે. ચાલુ વર્ષ દરમ્યાન બેકટેરીયોલોજીકલ તપાસ માટે પાણીના ૭૧ર૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧ર૮ સેમ્પલ નિષ્ફળ સાબિત થયા છે. જયારે કલોરીન ન હોય તેવા ૧૭ર સેમ્પલ મળી આવ્યા છે.

શહેરમાં પાછલા વર્ષની સરખામણીએ મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. સુત્રોએ જણાવ્યા મુજબ ર૦ર૧માં ૭ ઓગસ્ટ સુધી સાદા મેલેરીયાના ર૩૩, ઝેરી મેલેરીયાના ૧૪, ડેન્ગ્યુના ૧૮૮ તેમજ ચીકનગુનીઆના ૧૬ર કેસ નોંધાયા છે જેની સામે ર૦ર૦માં પુર્ણ વર્ષ દરમ્યાન સાદા મેલેરીયાના ૬૧૮, ઝેરી મેલેરીયાના ૬૪, ડેન્ગ્યુના ૪૩ર તેમજ ચીકનગુનીઆના ૯ર૩ કેસ નોંધાયા હતા. શહેરમાં છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન ડેન્ગ્યુના ૧૬ કેસ નોંધાયા છે. મ્યુનિ. કોર્પોરેશને રોગચાળો નિયંત્રણમાં લેવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે તેમજ મચ્છરોનું બ્રીડીંગ રોકવા માટે ૩૮ર એકમોના ચેકીંગ કરી ૪૯૮૦૦૦ દંડ વસુલ કર્યો હતો તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.