શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી માં પ૦ ટકા રાહત આપોઃવાલીઓ
ફી મુદ્દે સ્કુલો સામે પગલાં ભરવામાં એફઆરસી નિષ્ફળ!!
(એજન્સી) અમદાવાદ, જ્યાં સુધી નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી રપ ટકા રાહત આપવાની મૌખિક જાહેરાતનો વાલીઓની કોણીએ ગોળ ચોટાડ્યા બાદ સરકાર મૌન ધારણ કરીને બેસી રહી છે. અને બીજીતરફ સંચાલકો મનફાવે એટલી ફી વસુલી રહ્યા છે.
ફી માફીને લઈને સતત ઉગ્ર વિરોધ અને રજુઆતો થવા છતાંય સરકારનું પેટનું પાણી પણ હલતું ન હોવાનો વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે.ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત કરાઈ છે કે જ્યાં સુધી શાળાઓ નિયમિત રીતે શરૂ ન થાય ત્યાં સુધી ફીમાં પ૦ ટકા રાહત આપવામાં આવે.
વાલી મંડળે કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે ફી નિર્ધારણ કાયદા અંતર્ગત ખાનગી સ્કુલોની જે ફી નિયત કરાય છે તેની વાલીઓને કોઈ ચોક્કસ જાણ કરાતી નથી. એવી અનેક ફરીયાદો ઉઠી રહી છે. મોટાભાગની ખાનગી શાળાઓ એફઆરસીએ નિયત કરેલી ફી વાલીઓને જણાવતી નથી. અને ઈચ્છા મુજબની ફી વસુલી રહ્યા છે.
આ મુદ્દેે અમે શિક્ષણાધિકારી ને લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાં જાણે કોઈ સત્તાવાળાઓ એ સાંભળવાની ના પાડી દીધી હોય એવી રીતે વર્તન કરી રહ્યા છે. વાલીઓના જણાવ્યા અનુસાર સતાવાળા માત્ર સંચાલકો કહે એમ જ કરતા હોય એવું લાગી રહ્યુ છે. સંચાલકો સરકારને પણ ઘોળીને પી ગયા હોય એવુ લાગે છે.
એફઆરસી દ્વરા પણ કોઈ ચોક્કસ તપાસ કરી પગલાું લેવાયા નથી જાણે પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થતી હોય એમ નજરે આવે છે. સ્કુલ બંધ હોવાના કારણે ગત વર્ષ પ૦ ટકા ફી માફ કરવાની માંગ કરાઈ હતી જાણે કે સરકાર શિક્ષણ વિભાગે ના સંચાલકોને સાથ આપતી હોય તેમ માત્ર રપ ટકાની જ રાહત આપી હતી. જાે કે આ વર્ષે પણ નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રપ ટકા ફીની રાહત વાલીઓને અપાશે એવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
પરંતુ મોટાભાગની ખાનગી શાળાઓ સરકારની જાહેરાતનું ઉલ્લંઘન કરી પૂરેપૂરી ફી વસુલી રહી છે. હવે તો એવૃ લાગી રહ્યુ છે કે સરકારે માત્ર વાલીઓને ખુશ રાખવા માટે જ આવી મૌખિક જાહેરાત કરી હશે. એટલે જ સંચાલકો પૂરેપૂરી ફી વસુલી રહ્યા છે.