શાસક પક્ષોએ બજેટને આવકાર્યું જયારે વિરોધ પક્ષોએ બજેટમાં કમી ગણાવી

નવીદિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે લોકસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બજેટ રજૂ કર્યું. એકબાજુ જ્યાં સરકાર બજેટને સફળ બતાવી રહી છે ત્યાં અનેક રાજકીય પક્ષોના નેતાઓ આ બજેટમાં ખુબ કમી ગણાવી રહ્યા છે.
આવો જાણીએ આ બજેટ પર કોણે શું કહ્યું? કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે નાણામંત્રી ર્નિમલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું સામાન્ય બજેટ આફતમાં પણ આર્ત્મનિભર ભારતના અવસરને આશ્વસ્ત કરનારું અને આગળ વધારનારું બજેટ છે. વૈશ્વિક આર્થિક તંગી-મંદી વચ્ચે વિશ્વાસ અને વિકાસને આર્ત્મનિભર ભારતની દોરીથી બાંધતુ બજેટ છે.
બજેટ પર કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ વચ્ચે આ અમૃત બજેટ છે અને તે સામાન્ય માણસની આકાંક્ષાઓને અનુરૂપ છે. આર્ત્મનિભર ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂરું કરનારું બજેટ બધાનો સાથ બધાનો વિકાસ ના મૂળ મંત્ર પર આધારિત છે. કારણ કે બજેટમાં મહિલાઓ, યુવાઓ, કિસાનો, લઘુ ઉદ્યમીઓ, વેપારીઓ તમામનો ખ્યાલ રખાયો છે.
તેમણે કહ્યું કે કોરોનાની વિપરિત પરિસ્થિતિઓ છતાં અન્ય દેશોની સરખામણીમાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત રહી. આ બજેટથી અર્થવ્યવસ્થા મજબૂત થશે અને વિકાસને વધુ ઝડપ મળશે.
વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે આ ગરીબોનું નહીં પરંતુ અમીરોને ફાયદો પહોંચાડનારું બજેટ છે. શિવ પ્રતાપ શુક્લા કે જે પૂર્વ નાણારાજ્યમંત્રી રહી ચૂક્યા છે તેમણે કહ્યું કે આ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રખાયું છે. કોઈ બાકી નથી.
તેમણે કોંગ્રેસ પાર્ટી તરફથી થયેલી ટીકા પર કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના આરાપ યોગ્ય નથી. કોંગ્રેસે બજેટ રજૂ થયા બાદ આરોપ લગાવ્યો કે સરકારે દેશના વેતનભોગી વર્ગ અને મધ્યમવર્ગને રાહત ન આપીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતના વેતનભોગી વર્ગ અને મધ્યમવર્ગ મહામારી, વેતનમાં ચારેબાજુ કાપ અને કમરતોડ મોંઘવારીના આ સમયમાં રાહતની આશા રાખી બેઠા હતા.
નાણામંત્રી અને પ્રધાનમંત્રીએ એકવાર ફરીથી પોતાના પ્રત્યક્ષ કર સંબંધિત પગલાથી આ વર્ગોને ખુબ નિરાશા આપી છે. આ બાજુ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે સેવા, કૃષિ અને ચિકિત્સાના ક્ષેત્ર આપણી પ્રાચીન અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ છે અને તેમને નવેસરથી આ બજેટમાં પરિભાષિત કરાયા છે.
આવનારા અનેક પડકારો માટેના આ બજેટમાં સમાધાન અપાયા છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે આ ખુબ સમાવેશી બજેટ છે. આ બજેટ ગરીબ, ગામડા અને પૂર્વોત્તર માટે છે. આ બજેટમાં નાણાકીય ક્ષેત્રમાં ખુબ રિફોર્મ લાવવામાં આવ્યા છે. જે પ્રકારે અર્થવ્યવસ્થામાં રિકવરી થઈ છે તે રીતે તે ખુબ સારું બજેટ છે.HS