શાહઆલમમાં વાહનો સળગાવતાં બે ની અટક
(પ્રતિનિધિ) અમદાવાદ, : શહેરના ઈસનપુર પોલીસની હદમાં આવતા શાહઆલમ વિસ્તારમાં કેટલાંક ગુંડા તત્વોએ વાહનોની તોડફોડ કરી આગચંપી કરતા પોલીસે તુરંત એકશનમાં આવી બે શખ્સોને ઝડપી લીધા છે. જયારે વધુ એકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.
શહેરના શાહઆલમ વિસ્તારમાં પાનવાળી ચાલીમાં રહેતા સંજયખાન પઠાણના ઘરે અગાઉના ઝઘડાની અદાવત રાખી વસીમ ઉર્ફે ગાંડી પઠાણ, આસીફ ઉર્ફે ગાંડી પઠાણ તથા રઉફ ઉર્ફે કાલીયા સીદ્દીકી તેમના ઘરે પહોચી ગયા હતા અને કાર તથા બે એક્ટિવામાં તોડફોડ કરી એક્ટિવા સળગાવીને જાહેરમાં બુમાબુમ કરી આતંક મચાવ્યો હતો. આ ઘટનાના વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ થતાં ઈસનપુર પોલીસ તુરંત કાર્યવાહી કરતાં આસીફ તથા વસીમને ઝડપી લીધા હતા
જયારે રઉફને પકડવા પ્રયત્નો ચાલુ છે. આ અંગે વાત કરતાં પીઆઈ સોલંકીએ જણાવ્યું હતું કે આરોપીઓ રીઢા ગુનેગાર છે તેમના વિરૂધ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે જયારે સુત્રોએ કહયુ હતું કે બંને પક્ષ રીઢા ગુનેગારો છે જાેકે હકીકત પોલીસ તપાસ બાદ સામે આવશે.