શાહપુરમાં દિકરીનો જન્મ થતા મારઝૂડ કરી મા-દીકરીને ઘરમાં પૂરી પતિ જતો રહ્યો

પ્રતિકાત્મક
દહેજના દૂષણના કારણે લગ્નના એક જ વર્ષમાં મહિલાનું ઘર ભાંગ્યું
આ ઘટના અંગે શાહપુર પોલીસે પતિ સહિત પરિવારના ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
શાહપુર,શાહપુરમાં દહેજના દૂષણના કારણે લગ્નના એક વર્ષમાં મહિલાનું ઘર ભાંગી પડયું હતું. એટલું જ નહી દિકરીનો જન્મ થતાં મા-દિકરીને ઘરમાં પૂરીને પતિ જતો રહ્યો હતો અને પાંચ લાખ નહી લાવે તો ઘરમાં નહી રહેવા દઇએ અને ક્યાંયની નહી છોડીએ એટલું જ નહી તારાથી સારી છોકરી મળશે કહીને મારઝૂડ કરીને મહિલાને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે શાહપુર પોલીસે પતિ સહિત પરિવારના ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બિમાર છતાં સારવાર ના કરાવી, પાંચ લાખ નહી લાવે તો ઘરમાં નહી રહેવા દઇએ અને ક્યાંયની નહી છોડીએ, તારાથી સારી છોકરી મળશે.
શાહપુરમાં રહેતી ૨૧ વર્ષની મહિલાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના સમાજના રિતી રિવાજ મુજબ ગયા વર્ષે લગ્ન થયા હતા. લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં રહેતી હતી લગ્નના મહિના પછી જમવાનું બનાવવા આવડતું નથી જેવી નાની નાની બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપવાનો શરુ થયો હતો. મહિલાને ઘર ખર્ચ કે પછી દવા કરાવવા રૃપિયા આપતા ન હતા.લગ્નના ત્રણ મહિના પછી પતિ-પત્ની અલગ રહેવા ગયા હતા જ્યાં દિકરીનો જન્મ થતાં પતિ મારઝૂડ કરીને મા-દીકરીને ઘરમાં પૂરીને જતો રહ્યો હતો ત્યારબાદ સાસરીયા દ્વારા પાંચ લાખની માંગણી કરીને પાંચ લાખ નહી લાવે તો ઘરમાં નહી રહેવા દઇએ અને ક્યાંયની નહી છોડીએ એટલું જ નહી તારાથી સારી છોકરી મળશે કહીને મારઝૂડ કરીને મહિલાને કાઢી મૂકી હતી. આ ઘટના અંગે શાહપુર પોલીસે પતિ સહિત પરિવારના ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1