શાહપુરમાં મોડી રાત્રે ટોળાઓ ભેગા થતાં ભયનો માહોલ
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના સંવેદનશીલ ગણાતા શાહપુર વિસ્તારમાં ગઈ મોડી રાત્રે જુની અદાવતના કારણે ટોળાઓ ભેગા થતાં ભયની લાગણી પ્રસરી હતી જાકે પોલીસે સમય સૂચકતા વાપરી કોઈ અઘટિત ઘટના બને તે પહેલા જ ટોળાઓને વીખેરી નાંખી પરિÂસ્થતિ થાળે પાડી દીધી હતી. આ ઘટના અંગે હજી સુધી કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થયો નથી આમ છતા પોલીસ તંત્ર ધ્વારા સાવચેતીના પગલાંરૂપે સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દઈ સઘન પેટ્રોલીગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે શાહપુર વિસ્તારમાં દિલ્હી ચકલા અને શાહપુર ચકલા પાસે ગઈ મોડી રાત્રે આશરે દોઢથી બે વાગ્યાના સુમારે અચાનક જ લોકોના ટોળા ભેગા થતા ભયનો માહોલ ઉભો થયો હતો સાથે સાથે અફવાઓએ પણ જાર પકડતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી આ વિસ્તારમાં રહેતા એક જ કોમની વ્યક્તિ વચ્ચે ચાલતી અદાવતના આ મામલે ગઈકાલે અચાનક ટોળા ભેગા થયા હતા ટોળાઓ ભેગા થતા જ આ વિસ્તારમાં મોડી રાત્રે જયાં જયાં ખાણીપીણીની બજારો ચાલુ હતી તે તમામ ખાણીપીણીના દુકાનદારોએ પણ પોતાના ધંધા ટપોટપ બંધ કરી દીધા હતા.
આ અંગે શાહપુર પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને કોઈ પણ જાતની અઘટિત ઘટના બને તે પહેલા જ ટોળાઓને વિખેરી નાંખી પરિસ્થિતિ થાળે પાડી દીધી હતી કોઈ પણ જાતનો બનાવ ન બનતા આ અંગે કોઈ પક્ષ ધ્વારા ફરિયાદ કરવામાં આવી નથી આ અંગે કોઈ પણ પ્રકારનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો નથી.
સંવેદનશીલ ગણાતા શાહપુર વિસ્તારમાં મોડી રાત્રે ટોળાઓ ભેગા થયા હતા અને આ ટોળા પોલીસ સ્ટેશન સુધી પણ ધસી આવ્યા હતા મળતી માહિતી મુજબ થોડા વખત અગાઉ આ વિસ્તારની એક યુવતીના મામલે બે પરિવારો વચ્ચે મનદુઃખ થયું હતું જેના સંદર્ભે ગઈકાલે આ ઘટના બની હતી જાકે પોલીસે અને સ્થાનિક અગ્રણીઓએ સમગ્ર મામલો હાથમાં લઈ સમજાવટથી મામલો થાળે પડી દીધો હતો. તેમજ સમગ્ર શાહપુર વિસ્તારમાં પોલીસનો કડક જાપ્તો ગોઠવી દઈ સઘન પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.