શાહપુરમાં મોડી સાંજે યુવકનો ગળેફાસો ખાઈ આપઘાત
અમદાવાદ: શાહપુરમાં રહેતા એક યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી પોતાનુ જીવન ટુકાવી લીધુ હતુ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી વ્યાજખોરો આતકની પગલે માનસિક રીતે તુટી ગયેલા યુવાને આત્મ હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. શાહપુરમાં આવેલી રંગીલા ચોકી પાસે ફુલસુઈ મંઝીલ નામની બિલ્ડીગમાં શહેજાદખાન મુનીરખાન પઠાણ નામનો યુવાન પોતાના પરીવાર સાથે રહેતો હતો થોડાક દિવસથી તે ગુમસુમ રહેતો હાતો પરતુ પરીવારને તેની માનસિક સ્થિતિની જાણ ન હતી.
આ દરમિયાન પરીવારના અન્ય પુરુષો અજમેર ગયા હતા ત્યારે ગઈકાલે મોડી સાજે પોતાના ગરમા પંખા સાથે દુપટ્ટો બાધી ફાસો ખાઈ લીધો હતો આ અંગેની જાણ થતા જ પોલીસને જાણ કરવામા આવી હતી બાદમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી પરીવાર તથા અન્યોની પુછરછ હાથ ધરી છે.
જા કે શહેજાદે આત્મ હત્યા કરતા કેટલાક વ્યાજખોરોના દબાણને કારણે તેણે આત્મહત્યા કરી હોવાની ચર્ચા ચારે તરફ ચાલી હતી પોલીસના ધ્યાને આ વાત આવતા શાહપુર પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે જા કે સંપૂર્ણ હકીકત તપાસ બાદ જ જાણવા મળશે તેમ સુત્રોનું કહેવુ છે નોધનીય છે કે વ્યાજખોરો ત્રાસથી કેટલાય યુવાનો જીવન ટુકાવાના કિસ્સા બહાર આવતા રહે છે.