શાહપુરમાં વડીલવંદના કાર્યક્રમમાં ૧૦૧ વડીલોનું સન્માન કરાશે
(એજન્સી) અમદાવાદ, શાહપુર વિસ્તારમાં વસતા ૬પ વર્ષથી વધુ વયના ૧૦૧ જેટલા વડલોનું ‘વડીલ વંદના’ કાર્યક્રમમાં સન્માન કરાશે. તા.પમી ડીસેમ્બરે ભાવસાર હોલ, શાહપુર ખાતે ૯.૩૦ કલાકે કેળવણીકાર અને શૈક્ષણિક મેગેઝીન અચલાના તંત્રી ડો.મફતલાલ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગેે વિદ્યાવાચસ્પતિ અને કેળવણીકાર ડો.કાશિક મહેતા ખાસ ઉપસ્થિત રહી મંગલ પ્રવચન આપશે.
શાહપુરના યુવાનો દ્વારા પ્રતિવર્ષે યોજાતા છાત્ર સન્માન સમારંભના ભાગરૂપે છાત્રો અને શાહપુરના પૂર્વ રહેવાસી એવા ર૧ લોકોનું વિશેષ સન્માન કરવાનુૃ પણ આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત રાજયના પૂર્વ શિક્ષણમંત્રી ભરત બારોટ, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.જગદીશ ભાવસાર,
ગુજરાત યુનિવર્સિટી સિન્ડીકેટ સભ્ય કોશિક જૈન, શાહપુર સેવા સંઘના પ્રમુખ અતુલ ભાવસાર, સામાજીક કાર્યકર ધર્મેન્દ્ર પંડ્યા (સુદામા) અશોકભાઈ શાહ આ સમારંભમાં ઉપસ્થિત રહેશે. શાહપુર યુવક મંડળના ઉપક્રમે ત્રણ વર્ષ અગાઉ યુવક મંડળના ઉપક્રમેે ત્રણ વૃષ અગાઉ રરપથી વધારે માતાઓનું ‘માતૃવંદના’ કાર્યક્રમમાં સન્માન કરાયુ હતુ.
પ મી ડીસેમ્બરે યોજાનારા ‘આનંદોત્સવ’ થકી આઝાદી કા ‘અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવશે તેમ ડો.જગદીશ ભાવસાર ે જણાવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા નરેશ શાહ, ભરત ભાવસાર, રાજેશ શુકલ દિનેશ ભાવસાર, રાજુ ભાવસાર સહિતના યુવાનોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.