શાહપુર, જમાલપુર અને ખાડિયા વોર્ડમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધુ
સ્ટડી પરથી જાણવા મળ્યું કે, શાહપુર, જમાલપુર અને ખાડિયા સહિતના વોર્ડમાં આ રોગોનું પ્રમાણ વધુ છે-પૂર્વ અમદાવાદમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધુ જાેવા મળ્યું
અમદાવાદ, પહેલીવાર શહેરમાં પાણીજન્ય રોગોના કેસનું નક્શા-આલેખન કરવામાં આવ્યું છે. ટાઈફોઈડ, વાયરલ હિપેટાઈટિસ અને ડાયેરિયાના કુલ ૯૭,૧૭૧ કેસો નોંધવામાં આવ્યા છે. નક્શા-આલેખન પરથી જાણવા મળ્યું કે, અંડર-૬ પોપ્યુલેશન અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતાં લોકો આ બીમારીમાં વધુ સપડાય છે. છસ્ઝ્ર (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત કમ્યુનિટી હેલ્થ પ્રોફેશનલની એક ટીમે ડિસીઝ-મેપિંગની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
આ સ્ટડી માટે છેલ્લા સાત વર્ષથી વધુના રેકોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્ટડી પરથી જાણવા મળ્યું કે, શાહપુર, જમાલપુર, ખાડિયા સહિતના છ મ્યુનિસિપલ વોર્ડ ઉપરાંત દક્ષિણના અમુક વોર્ડમાં રોગોનું પ્રમાણ વધારે છે.
પૂર્વ અને દક્ષિણ ઝોનમાં રોગોનું પ્રમાણ વધુ હોવાનું એક કારણ છે કે ત્યાં ફેક્ટરીઓ અને મિલની સંખ્યા વધારે છે. પરિણામે ત્યાં બિનસંગઠિત ઝૂંપડપટ્ટીઓ પણ વધુ જાેવા મળે છે. સ્ટડી પ્રમાણે, અન્ય કારણોમાં ‘નબળી જાહેર સુવિધાઓ, પાણીની પાઈપો, બિલ્ડિંગ, ગટરવ્યવસ્થા જેવી વર્ષો જૂની માળખાગત વ્યવસ્થાને લીધે પાણીજન્ય રોગોનો પ્રસાર વધુ પ્રમાણમાં થાય છે.’ પૂર્વની સરખામણીમાં પશ્ચિમ વિસ્તારમાં રોગોનું પ્રમાણ અડધા કરતાં પણ ઓછું નોંધાયું કારણકે અહીં સાક્ષરતાનો દર વધારે છે.
ઉપરાંત ઘણાં લોકો પાણીજન્ય રોગો થયા હોય તો અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે નથી જતાં, તેમ એક હેલ્થ ઓફિસરે જણાવ્યું. આ સ્ટડી યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, Chung Yuan Christian University, AMC અને ગાંધીનગરની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
નિષ્ણાતોના તારણો
વાયરલ હેપેટાઈટિસના સંદર્ભે સ્ટડી દરમિયાન ૬ હાઈ રિસ્ક વોર્ડની ઓળખ થઈ છે. અહીં ઝૂંપડપટ્ટીઓનું પ્રમાણ વધુ અને સાક્ષરતા દર નીચો છે. આ ઉપરાંત નદી અને વસાહત વચ્ચેનું અંતર પણ સ્ટડીમાં ધ્યાને લેવામાં આવ્યું હતું.
ઝાડાના કેસોને ઓળખવા માટે ઝૂંપડપટ્ટીની ગીચતાને ધ્યાને રાખીને ૬ વિસ્તારોને હોટસ્પોટ તરીકે તારવવામાં આવ્યા છે. હોટસ્પોટનું વધુ પ્રમાણ શહેરના દક્ષિણ અને સેન્ટ્રલ ઝોનમાં છે. ૦-૬ વર્ષની વસ્તીમાં ડાયેરિયાનું પ્રમાણ વધુ જાેવા મળ્યું હતું.
ટાઈફોઈડ માટે જવાબદાર કારણોમાં મુખ્ય બે કારણો ઝૂંપડપટ્ટી વિસ્તારની ઊંચી વસ્તી ગીચતા અને નિરક્ષરતાનો સમાવેશ થાય છે.