શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

અમદાવાદ, તાજેતરમાં જ અમદાવાદ પોલીસ દ્વારા શહેરભરના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન કરવામાં આવેલ છે તેના ભાગરૂપે શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ જયદિપસિંહ જાડેજા અને શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી.ખાંભલા દ્વારા આઈનાનુર મોહમંદ ઈરફાન શમ્સીનું સન્માન પત્ર આપી સન્માનીત કરાયું હતું.