શાહરુખની ફિલ્મ પઠાણનું ધમાકેદાર ટીઝર રીલિઝ થયું
મુંબઇ, બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાનની ફેન્સ લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા છે. શાહરુખના ફેન્સ તેને ફરી એકવાર પડદા પર જાેવા માટે આતુર છે.
આખરે પઠાણ ફિલ્મની રીલિઝ ડેટ સામે આવી ગઈ. આટલુ જ નહીં, ફિલ્મનું એક ધમાકેદાર ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટીઝરમાં જૉન અબ્રાહમ, દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનની ઝલક જાેવા મળી રહી છે. વૉર ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મના ડિરેક્ટર છે. વર્ષ ૨૦૨૩માં ૨૫મી જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં આ ફિલ્મ રીલિઝ કરવામાં આવશે.
https://www.youtube.com/watch?v=ytWc6wbiazw
શાહરુખ ખાને ફિલ્મ પઠાણનો ટીઝર વીડિયો શેર કરીને લખ્યું કે, મને ખબર છે કે થોડું મોડું થઈ ગયું છે, પરંતુ અમને તારીખ યાદ છે. પઠાણનો સમય શરુ થઈ ગયો છે. ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ થિએટરમાં આવી રહી છે પઠાણ.
હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં આ ફિલ્મને રીલિઝ કરવામાં આવશે. યશરાજ ફિલ્મ્સના ૫૦ વર્ષના સફરને પઠાણ સાથે બિગ સ્ક્રીન પર સેલિબ્રેટ કરી રહ્યા છે. પઠાણના ટીઝરમાં દેશભક્તિની ઝલક જાેવા મળી રહી છે.
શાહરુખ જ નહીં, દીપિકા અને જાેનના ફેન્સ પણ આ ટીઝર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કમેન્ટ જાેઈને અંદાજાે લગાવી શકાય છે કે લોકો ફિલ્મની કેટલી આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાને ફિલ્મ માટે શૂટિંગ શરુ કરી દીધું છે અને થોડો ભાગ પૂરો પણ થઈ ગયો છે.
આ ટીઝર વીડિયોની શરુઆત જૉન અબ્રાહમ સાથે થાય છે જે કહે છે કે, આપણા દેશમાં નામ ધર્મ અને જાતિના આધારે રાખવામાં આવે છે, પરંતુ તેની પાસે બન્નેમાંથી કંઈ જ નહોતું. ત્યારપછી દીપિકા પાદુકોણની એન્ટ્રી થાય છે. તે પઠાણનો પરિચય આપતાં કહે છે કે, તેની પાસે કોઈ નામ રાખનાર પણ નહોતું, તેની પાસે માત્ર આ દેશ હતો, ભારત. ત્યારપછી શાહરુખ ખાનની એન્ટ્રી થાય છે.
શાહરુખ ખાન કહે છે, તો તેણે પોતાના દેશને જ ધર્મ સમજી લીધો અને દેશની રક્ષાને કર્મ. જેમનું નામ નથી હોતું તેમનું નામકરણ તેની સાથેના લોકો કરી લેતા હોય છે. આ નામ કેવી રીતે પડ્યું તે જાણવા માટે થોડી રાહ જુઓ. જલ્દી મળીશું.SSS