શાહરુખે મની ઓર્ડરથી જેલમાં આર્યનને કેટલા રુપિયા મોકલ્યા
આર્યન માત્ર બિસ્કિટ ખાઈને દિવસો કાઢી રહ્યો છે. આર્યન પાણીની ૧૨ બોટલ લઈને ગયો હતો-આર્યન જેલનું પાણી પણ નથી પીતો, તેની પાસે હવે માત્ર ૩ બોટલ બાકી
મુંબઈ, શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને અત્યારે જામીન નહીં મળવાના કારણે તે મુંબઈની આર્થર રોડ જેલમાં જ રહેશે. મુંબઈ સેશન કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર આદેશ સુરક્ષિત કર્યો છે અને હવે ૨૦ ઓક્ટોબરે ર્નિણય કરશે. જેલની અંદર દરેક કેદીને એક નંબર આપવામાં આવે છે. આર્યન ખાનને ૯૫૬ નંબર આપવામાં આવ્યો છે. એટલે કે આર્યન ખાનને કેદી નંબર ૯૫૬ બોલાવાશે.
જેલમાં કેદી નંબરને બંદી નંબર પણ કહેવામાં આવે છે. જેલમાં કોઈપણ કેદીને તેના નંબરથી બોલાવામાં આવે છે. આ રીતે આર્યન ખાનને બોલાવવા માટે ૯૫૬ નંબરનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં સુધી આર્યન ખાન જેલમાં રહેશે ત્યાં સુધી તેને આ નંબર ૯૫૬થી બોલાવાશે. આર્યન ખાનને જેલની અંદર ૧૧ ઓક્ટોબરે ૪૫૦૦ રૂપિયાનો મની ઓર્ડર આવ્યો હતો. આર્યન ખાનને આ મની ઓર્ડર તેના પિતા શાહરુખ ખાને મોકલ્યો હતો.
આર્યન ખાને આ મની ઓર્ડરનો ઉપયોગ પોતાના કેન્ટિનના ખર્ચા માટે કર્યો. જેલના નિયમ મુજબ, એક કેદીને એક મહિનામાં માત્ર ૪૫૦૦ રૂપિયાના મની ઓર્ડરની અનુમતિ છે. રિપોર્ટ અનુસાર, આર્યન ખાન જેલમાં ગયો છે ત્યારથી એક કોળિયો પણ જેલના ભોજનનો નથી ખાધો.
આર્યનને જેલનો ખોરાક પસંદ નથી આવી રહ્યો. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આર્યન માત્ર બિસ્કિટ ખાઈને દિવસો કાઢી રહ્યો છે. આર્યન પોતાની સાથે પાણીની ૧૨ બોટલ લઈને ગયો હતો, જે અત્યાર સુધી ચાલી રહી છે. આર્યન જેલનું પાણી પણ નથી પીતો, તેની પાસે હવે માત્ર ૩ બોટલ બાકી રહી છે.SSS