શાહરૂખની પુત્રી સુહાના ન્યૂયોર્કમાં જલસા કરી રહી છે
મુંબઈ, બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની કેટલીક નવી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં તે ન્યૂયોર્કમાં પોતાની ખાસ ફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી જાેવા મળી રહી છે. એક તસવીરમાં, સુહાના ખાને સફેદ કલરના સ્વેટરમાં જાેઈ શકાય છે, તે તેની ફ્રેન્ડ પ્રિયંકા કેડિયાને પ્રેમથી ભેટી રહી છે.
અન્ય તસવીરમાં સ્ટાર કિડ બ્લેક ટોપમાં હંમેશાની જેમ પ્રીટી લાગે છે અને સાથે તેણે ટ્રેક પેન્ટ પહેર્યું છે. તે કોઈ પાર્કમાં ફરી રહી હોય તેમ લાગે છે. સુહાના ખાનનો અન્ય એક વીડિયો પણ તેની પ્રિયંકા કેડિયા નામની ફ્રેન્ડે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે.
જેમાં પ્રિયંકા પોઝ આપતા શીખવી રહી છે, તો સુહાના પણ દિવાલ પાસે ઉભા રહીને તેના આદેશનું પાલન કરી રહી છે. સુહાના ખાને હજી સુધી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો નથી પરંતુ તેના સોશિયલ મીડિયા પર અત્યારથી જ ઘણા ફોલોઅર્સ છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણીવાર ફેન્સ સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝમાં થનારી કથિત ડ્રગ્સ પાર્ટીમાં આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કર્યા બાદ સુહાના ખાન અને તેનો પરિવાર ચર્ચામાં આવ્યો હતો. ૨૨ દિવસ આર્થર રોડ જેલમાં બંધ રહ્યા બાદ ૩૦મી ઓક્ટોબરે આર્યન ખાન ઘરે પરત આવ્યો હતો.
હજારો કિમી દૂર હોવાથી સુહાના ખાન સતત તેના માતા-પિતાના કોન્ટેક્ટમાં રહી હતી અને એક-એક ક્ષણની અપડેટ લેતી હતી. ભાઈની ધરપકડ બાદ સુહાના ખાન સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે જામીન મળ્યા ત્યારે બાળપણની કેટલીક તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. આટલું જ નહીં મિત્રો સાથે તેણે પાર્ટી પણ કરી હતી.SSS